ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu and Kashmir : કુપવાડાની જેલમાં મોટી દુર્ઘટના, ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 9 કેદીઓ ગંભીર રીતે દાઝ્યા...

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ની કુપવાડા જેલમાંથી સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. કુપવાડા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 9 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રસોડામાં રસોઈ બનાવતી ગેસ...
09:10 PM Jun 19, 2024 IST | Dhruv Parmar
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ની કુપવાડા જેલમાંથી સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. કુપવાડા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 9 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રસોડામાં રસોઈ બનાવતી ગેસ...

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ની કુપવાડા જેલમાંથી સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. કુપવાડા જેલમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 9 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રસોડામાં રસોઈ બનાવતી ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આ બાબતે તપાસ ચાલુ છે.

મળતી જાણકારી અનુસાર, જેલમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્ત કેદીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાથે જ સિલિન્ડર વિસ્ફોટ કયા કારણોસર થયો છે તેની હજુ તપાસ થઇ રહી છે.

સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યા...

જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir )માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બારામુલ્લા જિલ્લાના હદીપોરા ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોપોર પોલીસ સ્ટેશનના હદીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષાદળો સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે.

સોપોર પોલીસ, આર્મીના 32 આરઆર અને CRPF જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તાર GDC હદીપોરા અને પનાશ કોચિંગ ઇન્સ્ટીટયુટ હદીપોરાની નજીક છે. આવી સ્થિતિમાં, તેમને સાવચેતી તરીકે વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. કોર્ડન કડક થતું જોઈને આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો જેના સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અથડામણમાં બે આતંકવાદીઓના મોત થયા છે.

આ પણ વાંચો : Reasi Terror Attack : જમ્મુના રિયાસી આતંકી હુમલાના કેસમાં મોટી સફળતા, એક આરોપીની ધરપકડ

આ પણ વાંચો : Jammu and Kashmir : બારામુલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર…

આ પણ વાંચો : UP ના આ જિલ્લામાં ત્રણ દિવસમાં 40 થી વધુ લોકોના મોત, જાણો UP સરકારે શું કહ્યું…

Tags :
Cylinder Blastcylinder exlosionGujarati NewsIndiaJammu-KashmirKupwara jailNationalprisoners injured
Next Article