Jammu-Kashmir ના કિશ્તવાડમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ
- જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના અને આતંકી વચ્ચે અથડામણ જારી
- ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પર આપી માહિતી
- શુક્રવારની અથડામણમાં બે જવાનોને ગંભીર ઇજા થવાથી મૃત્યુ પામ્યા
Jammu & Kashmir : જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ના કિશ્તવાડ (Kishtwar Encounter) જિલ્લાના દુલ વિસ્તારમાં રવિવારે સવારે ભારતીય સેના (Indian Army) અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયું છે. આતંકવાદીઓ સામે ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે.
ભારતીય સેના સંપૂર્ણપણે સતર્ક
ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આતંકવાદીઓ સામે ભારતીય સુરક્ષા દળોના ઓપરેશન વિશે માહિતી આપી. તેમણે લખ્યું, "ગુપ્તચર માહિતી આધારિત ઓપરેશન દરમિયાન 10 ઓગસ્ટ 2025 ના રોજ સવારે કિશ્તવાડના (Kishtwar Encounter) દુલ વિસ્તારમાં સતર્ક ભારતીય સેનાના જવાનો આતંકવાદીઓનો સામનો કરી રહ્યા હતા, જેના પગલે ગોળીબાર થયો હતો. ઓપરેશન હજુ પણ ચાલુ છે." ભારતીય સેના ખીણમાં સંપૂર્ણપણે સતર્ક છે.
બે જવાનો શહીદ થયા
શુક્રવારે મોડી રાત્રે કુલગામ જિલ્લાના અખલ દેવસર જંગલ વિસ્તારમાં ચાલી રહેલ આતંકવાદ વિરોધી ઓપરેશન તેના 10મા દિવસમાં પ્રવેશ્યું. આમાં એક સ્થાનિક નાગરિકનું મોત થયું છે. આ ઓપરેશનમાં બે સેનાના જવાનો શહીદ થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સેનાના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે, "દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખલ જંગલ વિસ્તારમાં શુક્રવારે આખી રાત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો જેમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા."
આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ ગોળીબાર
શુક્રવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ ગોળીબારમાં ચાર સેનાના જવાનો ઘાયલ થયા હતા. જેમાંથી બે જવાનોને ગંભીર ઇજા થવાથી મૃત્યુ પામ્યા હતા. બે સૈનિકોની ઓળખ 19 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) ના કોન્સ્ટેબલ હરમિંદર સિંહ અને લાન્સ નાયક પ્રીતપાલ સિંહ તરીકે થઈ છે.
સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ
ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, "ચિનાર કોર્પ્સ તેના બહાદુર સૈનિકો, લાન્સ નાયક પ્રીતપાલ સિંહ અને સિપાહી હરમિંદર સિંહના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે રાષ્ટ્ર માટે ફરજ બજાવતા પોતાના જીવનું બલિદાન આપ્યું. તેમની હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપશે. ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારો સાથે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે."
આ પણ વાંચો ---- Varanasi ના આત્મ વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતી ટાણે આગ, પુજારી સહિત 7 દાઝ્યા