Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu Kashmir : 'નહીંતર અમારું ભાગ્ય ગાઝા અને પેલેસ્ટાઈન જેવું થશે', ફારૂક અબ્દુલ્લાએ આ શું કહ્યું?

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વછ્છે કોઈ વાતછીત થઈ નથી, પરિસ્થિતિ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી હશે. આ દરમિયાન અબ્દુલ્લાએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિવેદનનો પણ ઉલ્લેખ...
jammu kashmir    નહીંતર અમારું ભાગ્ય ગાઝા અને પેલેસ્ટાઈન જેવું થશે   ફારૂક અબ્દુલ્લાએ આ શું કહ્યું
Advertisement

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વછ્છે કોઈ વાતછીત થઈ નથી, પરિસ્થિતિ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી હશે. આ દરમિયાન અબ્દુલ્લાએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે અમે અમારા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ પાડોશી નહીં..

ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?

ફારુક અબ્દુલ્લાએ ભારત-પાકિસ્તાન વિવાદ ઉકેલવા પર ભાર મૂક્યો અને કહ્યું કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન વછ્છે વાતછીત શરૂ નહીં થાય ત્યાં સુધી કંઈ થઈ શકે નહીં. જો વાટાઘાટો નહીં થાય, તો અમારું પણ ગાઝા જેવું જ ભાગ્ય થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી. વાતછીત દ્વારા મામલો ઉકેલવો પડશે. વાતછીત ક્યાં છે? નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓ ભારત સાથે વાતછીત માટે તૈયાર છે. પણ આપણે વાત કરવા તૈયાર નથી એનાં કારણો શું છે?

Advertisement

એક મહિનામાં બે આતંકી હુમલા

નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં એક મહિનામાં બીજો આતંકી હુમલો થયો છે. ગુરુવારે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ આર્મીની ટ્રક અને જીપ્સી પર હુમલો કર્યો હતો. સેનાના બે વાહનો પર આતંકી હુમલો થયો હતો. જેમાં છાર જવાનો શહીદ થયા હતા. સાથે જ 3 જવાનો પણ ઘાયલ થયા છે. આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં કેટલાક આતંકીઓને ઠાર કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો : MV Chem Pluto જહાજ પર ડ્રોન હુમલા અંગે રાજનાથ સિંહે આપી ચેતવણી, જાણો શું કહ્યું…

Tags :
Advertisement

.

×