Jammu Kashmir : 'ગંભીર પરિણામ ભોગવવા પડશે', મોદી સરકારનો આતંકવાદ પર મોટો હુમલો...
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના વધુ બે સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. આતંકવાદી નેટવર્ક પર કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર (ભાટ જૂથ)ને ગેરકાયદેસર જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે UAPA હેઠળ આ બંને સંગઠનો પર આગામી 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, 'આતંકવાદી નેટવર્ક પર હુમલામાં સરકારે મુસ્લિમ કોન્ફરન્સ Jammu Kashmir (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ Jammu Kashmir (ભાટ જૂથ)ને ગેરકાયદેસર સંગઠનો જાહેર કર્યા છે.' શાહે વધુમાં જણાવ્યું હતું કે આ સંગઠનો રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. શાહે આગળ લખ્યું કે પીએમ મોદીની સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
જમાત-એ-ઈસ્લામી (જમ્મુ અને કાશ્મીર) પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો
મોદી સરકારે મંગળવારે જમાત-એ-ઈસ્લામી (Jammu Kashmir) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી હતી. શાહે કહ્યું હતું કે જે કોઈ દેશની સુરક્ષા માટે જોખમ ઉભું કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેને સૌપ્રથમ 28 ફેબ્રુઆરી 2019 ના રોજ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ, ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના સંગઠન જમાત-એ-ઈસ્લામી પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પોતાના X એકાઉન્ટ પર માહિતી શેર કરતી વખતે આની પુષ્ટિ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું હતું કે, 'આતંકવાદ અને અલગતાવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સરકારે જમાત-એ-ઈસ્લામ પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.'
આ પણ વાંચો : Hospitals Price : પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઊંચા બિલને લઈને સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પર ભડકી, કહ્યું- રેટ નક્કી કરો નહીંતર…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ