Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar : વંડા ફળીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી યુવક પર છરીઓનાં ઘા ઝીંકી નિર્મમ હત્યા

જામનગર ફરી એકવાર રક્તરંજિત થયું છે. વંડા ફળી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. મૃતક યુવાનના સાળા અને અન્ય એક શખ્સે ઘરમાં ઘૂસી છરીઓના ઘા મારી યુવાનની હત્યા કરી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. મૃતક યુવાને કરેલ પ્રેમલગ્ન હત્યાનું કારણ હોવાનું અનુમાન છે. સ્થાનિક પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
jamnagar   વંડા ફળીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી યુવક પર છરીઓનાં ઘા ઝીંકી નિર્મમ હત્યા
Advertisement
  1. Jamnagar માં વંડા ફળી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા
  2. ઘરમાં ઘૂસી છરીઓનાં ઘા મારી યુવાનની હત્યા નિપજાવાઈ
  3. મૃતક યુવાને કરેલ પ્રેમલગ્ન હત્યાનું કારણ હોવાનું અનુમાન
  4. મૃતક યુવાનના સાળા અને અન્ય એક શખ્સે હત્યા નિપજાવી હોવાનો આરોપ

Jamnagar : જામનગર ફરી એકવાર રક્તરંજિત થયું છે. વંડા ફળી વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. મૃતક યુવાનના સાળા અને અન્ય એક શખ્સે ઘરમાં ઘૂસી છરીઓના ઘા મારી યુવાનની હત્યા કરી હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. મૃતક યુવાને કરેલ પ્રેમલગ્ન હત્યાનું કારણ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Jamnagar નાં વંડા ફળી વિસ્તારમાં યુવકની હત્યા

Jamnagar માં એક યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની હચમચાવતી ઘટના બની છે. ઘરમાં ઘૂસીની યુવક પર છરીનાં ઉપરાછાપરી ઘા કરી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, મૃતક યુવક નિલય કુંડલીયા એ પ્રેમલગ્ન કર્યા હતા, જેની અદાવત રાખીને મૃતક યુવાનના સાળાએ અન્ય એક શખ્સ સાથે મળી આ હત્યા નિપજાવી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો- Ahmedabad: ગોતા બ્રિજ પાસે AMTS બસે સર્જ્યો અકસ્માત, સ્કૂલ વાન સહિત 3 વાહનોને લીધા અડફેટે

ધોળા દિવસે હત્યા, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ!

જો કે, આ મામલે હજું પોલીસ તપાસ ચાલી રહી છે. આથી, હત્યા પાછળનું સાચું કારણ શું છે તે સંપૂર્ણ તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ, ઘરમાં યુવકની હત્યા થતા લોહીના ખાબોચિયા જોવા મળ્યા હતા. ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પતિના મોતથી પત્ની આઘાતમાં છે. જ્યારે, પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

આ પણ વાંચો- Gandhinagar: 24 કલાકમાં 3 પોલીસકર્મીના આપઘાત, હેડ કોન્સ્ટેબલ Upendrasinh Vaghela જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ!

Tags :
Advertisement

.

×