Jamnagar : સાસણ, દ્વારકા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Jamnagar ની મુલાકાત લીધી
- સાસણ, દ્વારકા બાદ મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા હતા
- એરપોર્ટ પર સાંસદ પરિમલભાઈ નથવાણી સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું
- દ્વારકામાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા
- સાસણમાં ફોરેસ્ટ સ્ટાફ માટે 183 જેટલા વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું
- સાસણ, દ્વારકા, જામનગરનો પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના
Jamnagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. એરપોર્ટ પર સાંસદ પરિમલભાઈ નથવાણી સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજી ચાવડા, પૂર્વમંત્રી રાધવજી પટેલ સહિત કલેક્ટર, DDO, SP સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા. દિવસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાસણ ગીર (Sasan Gir) અને ત્યાર બાદ દ્વારકાની (Dwarka) મુલાકાત પણ લીધી હતી. આ પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી ગાંધીનગર (Gandhinagar) જવા રવાના થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન
મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું
સાંસદ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવોએ કર્યું સ્વાગત #Jamnagar #BhupendraPatel #CMGujarat #ParimalNathwani #SaurashtraVisit #RaghavjiPatel #GujaratFirst pic.twitter.com/qWS0KR45BF— Gujarat First (@GujaratFirst) January 29, 2026
Jamnagar એરપોર્ટ પર મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) આજે સાસણ ગીર, દ્વારકા બાદ જામનગરની મુલાકાત લીધી હતી. જામનગર (Jamnagar) એરપોર્ટ પર સાંસદ પરિમલભાઈ નથવાણી (MP Parimal Nathwani) સહિતનાં મહાનુભાવોએ તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજી ચાવડા, પૂર્વમંત્રી રાધવજી પટેલ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, કલેક્ટર, DDO, SP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Gandhinagar : DyCM હર્ષભાઈ સંઘવીની એક પછી એક તાબડતોડ બેઠકો, ₹1371 કરોડના મૂડીરોકાણને મંજૂરી
CM Bhupendra Patel Dwarka Visit : CM ભૂપેન્દ્રભાઇ પટેલે દ્વારકાધીશના કર્યા દર્શન
દ્વારકાધીશ મંદિરે દર્શન કરી CMએ અનુભવી ધન્યતા
CM ભૂપેન્દ્રભાઇ પટેલે કરી પાદૂકા પૂજન
હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે CM ભૂપેન્દ્રભાઇ પટેલે@Bhupendrapbjp #CMBhupendraPatel #Gujarat #JagatMandir… pic.twitter.com/p0B93yROzu— Gujarat First (@GujaratFirst) January 29, 2026
મુખ્યમંત્રીએ દ્વારકાધીશ સમક્ષ શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા
આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારકા (Dwarka) પહોંચ્યા હતા, જ્યાં MLA પબુભા માણેક દ્વારા CM નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પબુભા માણેક (MLA Pabubha Manek) દ્વારા ચંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. CM ભૂપેન્દ્રભાઇ પટેલે દ્વારા ચંડી મહાયજ્ઞ ખાતે પ્રદક્ષિણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ પણ લીધા હતા. દ્વારકા પહેલા મુખ્યમંત્રીએ સાસણ ગીરની (Sasan Gir) મુલાકાત લીધી હતી. વહેલી સવારે જંગલ સફારી પર મુખ્યમંત્રી નીકળ્યા હતા. સફારીમાં સિંહને જોઈ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જંગલનું રમણીય અને પ્રાકૃતિક સૌંદર્ય અવિસ્મરણીય છે. ગુજરાતની શાન સમાન સિંહોના દર્શન કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાસણગીરમાં (Sasan Gir) ફોરેસ્ટ સ્ટાફ માટેના ખાસ સુવિધાઓથી સજ્જ ફિલ્ડ બાઈક, મોડીફાઈડ રેસ્ક્યૂ વ્હીકલ્સ વગેરે 183 જેટલા વાહનોને ફ્લેગ ઓફ પણ કરાવ્યું હતું. સાસણ, દ્વારકા અને જામનગરનો પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી ગાંધીનગર જવા રવાના થયા છે.
આ પણ વાંચો - ગુજરાત SIR કામગીરીમાં વિવાદ વચ્ચે ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા


