Jamnagar: SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો, સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ
- જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો
- કામગીરીને લઈને તમામ સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ છે
- SIRની કામગીરીને લઈને શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે
- બૂથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી: BLO
- મહિલા BLO રાત્રે કામગીરી કેવી રીતે કરી શકે?: BLO
Jamnagar : ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરીનો મદ્દો ચર્ચાનું કારણ બન્યો છે. તાજેતરમાં BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના કામના દબાણના કારણે જીવલેણ ઘટનાઓ પણ બની છે. ત્યારે હવે જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો ઉઠી છે.
જામનગરમાં (Jamnagar) SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો
જામનગરમાં SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો ઉઠી છે તેમનું કહેવું છે કે, SIRની કામગીરીને લઈને તમામ સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ છે તેમજ આ કામગીરીને લઈને શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે. બહુ માત્રામાં શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી હોવાથી શિક્ષણ પર વ્યાપક અસર થઈ રહી છે.
Gujarat First LIVE https://t.co/9cJfSZ2SMm
— Gujarat First (@GujaratFirst) November 22, 2025
બૂથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી: BLO
આ મામલે પોતાની વ્યથા વ્યક્ત કરતા એક BLO એ જણાવ્યું હતું કે, બૂથમાં જઈએ ત્યારે મતદાર મળતા નથી, સરનામાં બદલાઈ ગયા છે અનેક મતદારોના, તંત્ર તરફથી કામગીરી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
મહિલા BLO રાત્રે કામગીરી કેવી રીતે કરી શકે?: BLO
આ મામલે મહિલા બીએલઓએ જણાવ્યું કે,મહિલા બીએલઓ રાત્રીના કામગીરી કેવી રીતે કરી શકે? સમજાવવા છતાં મતદારો સમજતા નથી, કોર્સ પૂરા નહીં થતા બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે.
કેવી રીતે લાવી શકાય છે નિરાકરણ ?
આ મામલે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ કહયું કે, મહિલાઓના ફોન નંબર લીક થાય છે જેથી આઇટી નિષ્ણાતની મદદ લેવી જોઈએ તેમજ અલગથી તાલીમી સ્ટાફની નિમણૂક થાય તો જ તેનું નિરાકરણ આવી શકે છે.
અહેવાલઃ NATHU AHIR
આ પણ વાંચો : Narmada : રાજપીપળામાં બેંક કેશિયરે 1.93 કરોડની ઠગાઈ કરી ફરાર


