Jamnagar માં લોહીયાળ પારિવારિક કજિયો, તાજપીર દરગાહ નજીક પતિ-પત્ની પર ઘાતક હુમલો કરી ટોળકી ફરાર
Jamnagar : પારિવારિક ઝઘડો રોડ સુધી પહોંચ્યો અને તેના કારણે લોહીયાળ જંગ ખેલાયો હતો જેમાં પતિ-પત્ની ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘરના નજીકના માણસોએ આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisement
Jamnagar : કાલાવડ નાકા બહાર તાજપીર દરગાહ નજીક પતિ-પત્ની પર ઘાતક હુમલો થયો છે જેમાં બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે ખસેડાયા છે. કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે તેનું કારણ અકબંધ છે. સમગ્ર ઘટનામાં જામનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

