ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam terrorist attack: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલ જામનગરનું દંપતી પરત ફર્યું, કથા સ્થગિત થયા બાદ ફસાયું હતું દંપતી

જમ્મુ કશ્મીરમાં ફસાયેલ જામનગરનું દંપતી આજે પરત ફરતા પરિવારજનોને હાશકારો થયો હતો. મોરારી બાપુની કથા સ્થગિત થયા બાગ ફસાઈ ગયા હતા.
08:17 PM Apr 27, 2025 IST | Vishal Khamar
જમ્મુ કશ્મીરમાં ફસાયેલ જામનગરનું દંપતી આજે પરત ફરતા પરિવારજનોને હાશકારો થયો હતો. મોરારી બાપુની કથા સ્થગિત થયા બાગ ફસાઈ ગયા હતા.
JAMNAGAR GUJARAT FIRST

જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR)માં થયેલ આતંકી હુમલા (terrarist attack)માં ગુજરાતના 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. જામનગરથી જમ્મુ- કાશ્મીરમાં મોરારી બાપુ (moraribapu) ની કથા સાંભળવા ગયેલ પતિ-પત્નિ આતંકી ઘટના બાદ સુરક્ષિત રીતે જામનગર પરત આવી પહોંચતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

મોરારીબાપુની કથા સાંભળવા ગયા હતા પતિ-પત્ની

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા(jammu kashmir terrarist attack) બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ત્યાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ તેઓને બને તેટલા જલદી પરત મોકલવામાં આવ્યા હતા. જેમાં જામનગરથી મોરારી બાપુની કથા સાંભળવા ગયેલ દંપતિ ત્યાં ફસાઈ જવા પામ્યા હતા. કથાના ચોથા દિવસે હુમલો થતા કથા સ્થગિત કરવામાં આવી હતી. કથા સ્થગિત થયા બાદ કાશ્મીરમાં દંપતી ફસાઈ જવા પામ્યા હતા. દંપતી આજે ઘરે પરત ફરતા પરિવારને હાશકારો થયો હતો.

આ પણ વાંચોઃ Gujarat: ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ, તપાસમાં 9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા

કથા સ્થગિત થયા બાદ કાશ્મીરમાં ફસાયું હતુ દંપતી

આ બાબતે કાશ્મીરમાં ફસાયેલ કથા શ્રાવક પ્રદીપ રાવલે (Dipak raval) જણાવ્યું હતું કે, અમે તા. 15 નાં રોજ જમ્મુ કાશ્મીર ખાતે મોરારી બાપુની કથા હતી. તેના માટે નીકળ્યા હતા.જામનગરથી કુલ 50 થી 60 લોકો કથામાં ગયા હતા. મોરારી બાપુની કથા 18 તારીખે ચાલુ થઈ હતી. ચાર દિવસ બાદ અમને સમાચાર મળ્યા કે પહલગામમાં એક દુઃખદ ઘટના થઈ છે. જેમા ઘણા લોકોના મોત થયા છે. મોરારી બાપુએ પાંચમા દિવસે કથા સ્થગિત કરી દીધી હતી અને કહ્યું કે આપ જે બધા મારા અનુયાયીઓ છો. એ લોકો જેમ બને તેમ વહેલા શ્રીનગર છોડી દો. અને સૌ લોકો પોત પોતાના ગામે વ્હ્યા જાઓ.

આ પણ વાંચોઃ Bhavnagar: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ લોકોમાં રોષ, કહ્યું- દેશની અખંડતા, એકતા અને અસ્મિતા પર હુમલો

(ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન. દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ. અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી.)

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSJammu and KashmirJammu and Kashmir Morari Bapu's StoryJammu Kashmir Pahalgam Terror AttackJamnagar NewsMorari Bapu's Storypahalgam terror attack
Next Article