Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : દિવાળીની રાત્રે હત્યાની ઘટનામાં ત્રણ આરોપીઓ ઝબ્બે

જામનગરમાં દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે અંધઆશ્રમ ફાટક નજીક પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ શાંત કરવા માટે મધ્યસ્થી કરવા માટે મુકેશ કપાડી નામનો યુવક વચ્ચે પડ્યો હતો. જો કે, આ ઘટનામાં મધ્યસ્થી કરનારને જ પિતા અને પુત્ર સહિતના ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. દરમિયાન રવિ દવે નામના યુવકે છરીના ઉંડા ઘા ઝીંકી દેતા મુકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. અને સ્થળ પર જ લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું.
jamnagar   દિવાળીની રાત્રે હત્યાની ઘટનામાં ત્રણ આરોપીઓ ઝબ્બે
Advertisement
  • જામનગરમાં દિવાળીની રાત્રે બની ગોઝારી ઘટના
  • ફટાકડા ફોડવા જેવી બાબતે મધ્યસ્થી કરતા મોત મળ્યું
  • મૃતકની પત્ની બે વર્ષશી રિસામણે છે

Jamnagar : જામનગર (Jamnagar) માં દિવાળીની (Diwali - 2025) રાત્રે ફટાકડા ફોડવા બાબતે અંધાશ્રમ ફાટક નજીક આવેલા આવાસમાં પાડોશીઓ વચ્ચે માથાકૂટની ઘટના (Fight Over Fire Cracker - Jamnagar) સામે આવી હતી. આ ઘટનામાં મધ્યસ્થી કરનાર યુવક પર ચાકુના ઘા ઝીંકી દેતા તેનું મોત (Murder - Jamnagar) નીપજ્યું હતું. આ કમકમાટીભરી ઘટનામાં ગણતરીના દિવસોમાં જ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×