Jamnagar : દિવાળીની રાત્રે હત્યાની ઘટનામાં ત્રણ આરોપીઓ ઝબ્બે
- જામનગરમાં દિવાળીની રાત્રે બની ગોઝારી ઘટના
- ફટાકડા ફોડવા જેવી બાબતે મધ્યસ્થી કરતા મોત મળ્યું
- મૃતકની પત્ની બે વર્ષશી રિસામણે છે
Jamnagar : જામનગર (Jamnagar) માં દિવાળીની (Diwali - 2025) રાત્રે ફટાકડા ફોડવા બાબતે અંધાશ્રમ ફાટક નજીક આવેલા આવાસમાં પાડોશીઓ વચ્ચે માથાકૂટની ઘટના (Fight Over Fire Cracker - Jamnagar) સામે આવી હતી. આ ઘટનામાં મધ્યસ્થી કરનાર યુવક પર ચાકુના ઘા ઝીંકી દેતા તેનું મોત (Murder - Jamnagar) નીપજ્યું હતું. આ કમકમાટીભરી ઘટનામાં ગણતરીના દિવસોમાં જ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુકેશ ત્યાં જ ઢળી પડ્યો
જામનગરમાં દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે અંધઆશ્રમ ફાટક નજીક પાડોશીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ શાંત કરવા માટે મધ્યસ્થી કરવા માટે મુકેશ કપાડી નામનો યુવક વચ્ચે પડ્યો હતો. જો કે, આ ઘટનામાં મધ્યસ્થી કરનારને જ પિતા અને પુત્ર સહિતના ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. દરમિયાન રવિ દવે નામના યુવકે છરીના ઉંડા ઘા ઝીંકી દેતા મુકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. અને સ્થળ પર જ લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું.
2 વર્ષથી પત્નિ રિસામણે
આ ઘટનામાં ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યું થયું હતું. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં ગણતરીના સમયમાં જ પોલીસે પિતા-પુત્ર અને અન્ય એક શખ્સની ધરપકડ કરી લીધી છે. મૃતકને સંતાનમાં બે પુત્ર છે. તે પૈકી એક પુત્ર તેની પત્ની સાથે છે, છેલ્લા 2 વર્ષથી તેની પત્નિ રિસામણે હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીવી બાબતે થયેલી માથાકુટમાં મધ્યસ્થી કરવા જતા યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અને તેના સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
આ પણ વાંચો ----- Junagadh : શિક્ષણમંત્રીનો સન્માન સમારોહ બન્યો રાજકીય અખાડો! જવાહર ચાવડાની સલાહ, MLA નો જવાબ!