Jamnagar : હાઈ ટેન્શન વીજલાઈનમાં વીજ શોક લાગતા પરિવારના મોભીનું મોત
- જામનગરમાં 50 વર્ષના અજયભાઈને લાગ્યો વીજશોક
- હાઈ ટેન્શન વીજલાઈનમાં વીજ શોક લાગતા દાઝ્યા
- ત્રણ અઠવાડિયાની સારવાર બાદ થયું મોત
- સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
જામનગરમાં આવેલ એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલ પ્રૌઢને વીજ શોક લાગતા તેઓને તાત્લાકી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણ અઠવાડિયાની સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું.
વીજ કરંટ લાગતા તેઓ દાઝી ગયા હતા
19 એપ્રિલના રોજ અજયભાઈ નવિનભાઈ ભુવા (ઉ.વર્ષ.50) જ્યારે કારખાનાના માલિકના કહેવાથી દોરડું નાંખી રહ્યા હતા. તે દરમ્યાન હાઈ ટેન્શન લાઈન નજીક પહોંચ્યા હતા. જે બાદ વીજ લાઈનમાં સ્પાર્કને કારણે અજયભાઈને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને અગાસી પરથી નીચે પટકાયા હતા.
સારવાર દરમ્યાન મોત નિપજ્યું
અજયભાઈ અગાસી પરથી નીચે પટકાતા કારખાનામાં કામ કરી રહેલા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા. અને અજયભાઈને તાત્કાલીક ઈમરજન્સી 108 મારફતે સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Surt: ઓલપાડમાં ખેડૂતોને માવઠાના મારે રડવાનો વારો આવ્યો, વડોલી ગામમાં 500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર
ઘરના મોભીનું મોત નિપજ્યું
ત્રણ અઠવાડિયાની સારવાર બાદ આજે સવારે તેઓનું મોત નિપજ્યું હતું. ઘરના મોભીનું મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. અજયભાઈના મોતના સમાચાર મિત્ર વર્તુળમાં થતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ Amit Khunt Case: MLA ગીતાબા જાડેજાએ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી