Gopal Italia: સ્ટેજ નજીક બેઠેલા અજાણ્યા શખ્સે પહેલા માવો ખાધો, પછી અચાનક ઊભા થઈ ફેંકાયું જૂતું! Video
- જામનગરમાં Gopal Italia ની સભામાં ધારાસભ્ય પર હિચકારો હુમલો!
- ગોપાલભાઈ ઈટાલિયાની ચાલુ સભા અચાનક અટકાવાઈ
- ગોપાલભાઈ ઈટાલિયાનું અધવચ્ચે અટવાયું સંબોધન
- જૂતું ફેંકનાર શખ્સને લોકો ચખાડ્યો મેથીપાક
- જૂતું ફેંકનાર શખ્સની પોલીસે કરી અટકાયત
Gopal Italia:આજે જામનગર ખાતે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાની (Gopal Italia) એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ સભા દરમિયાન એક અજાણ્યા શખ્સ દ્વારા ધારાસભ્ય પર હુમલાનો પ્રયાસ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. ગોપાલભાઈ ઈટાલિયા સંબોધન આપી રહ્યા હતા તે દરમિયાન સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સે પહેલા માવો ખાધો અને પછી જૂતું ફેંકીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
અજાણ્યા શખ્સે MLA Gopal Italia પર જૂતું ફેંક્યું, ચાલુ સભામાં ઘર્ષણ!
MLA Gopal Italia પર કોંગ્રેસનાં કાર્યકરે જૂતું ફેંક્યું હોવાનો આરોપ
આ અફરાતફરી અને વાતાવરણમાં વધતા તણાવને જોતાં આયોજકો દ્વારા ચાલુ સભા અચાનક અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર સભા થોડા સમય માટે અધ્ધ વચ્ચે જ રોકાઈ હતી. હુમલાનો પ્રયાસ કરનાર શખ્સ કોણ છે ? તે અંગેની હકીકત હાલ સામે આવી નથી. પરંતુ, આપ કાર્યકરોનો આરોપ છે કે આ શખ્સ કોંગ્રેસનો કાર્યકર્તા છે. જો કે, પોલીસે હુમલાનો પ્રયાસ કરનારા શખ્સની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.