ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર, GPCB દોડતું થયું

વરસાદનાં કારણે નદીમાં પાણીની આવક વધી છે જો કે, વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવ્યું હતું...
10:45 PM Jul 21, 2025 IST | Vipul Sen
વરસાદનાં કારણે નદીમાં પાણીની આવક વધી છે જો કે, વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવ્યું હતું...
Jamnagar_Gujarat_first main
  1. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર (Jamnagar)
  2. અહેવાલ બાદ જામનગરમાં GPCB તંત્ર દોડતું થયું
  3. રંગમતી નદીનાં પાણીના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરાઈ
  4. નદીનાં પાણી સાથે છોડાયું હતું કેમિકલયુક્ત પાણી!

Jamnagar : રાજ્યમાં ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે. રંગમતી નદીનાં (Rangamati River) પાણી અંગે ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ જામનગરમાં GPCB દોડતું થયું છે. તંત્રના અધિકારીઓ દ્વારા રંગમતી નદીનાં પાણીના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વરસાદનાં કારણે નદીમાં પાણીની આવક વધી છે જો કે, વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવ્યું હતું, જેનાં કારણે નદીનાં વહેણમાં સફેદ ચાદર જોવા મળી હતી.

આ પણ વાંચો - Jamnagar : લા પિનોઝ પિઝામાં જીવાત મળી આવી, રેસ્ટોરન્ટ સીલ

રંગમતી નદીનાં પાણીમાં ફીણની સફેદ ચાદર જોવા મળી

જામનગરમાં (Jamnagar) ધોધમાર વરસાદ ખાબકતા રંગમતી નદીમાં વરસાદી પાણીની આવક વધી છે. જો કે, કેટલાક ઉદ્યોગકારોએ દૂષિત પાણી નદીમાં છોડ્યું હોવાની માહિતી મળતા ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટની ટીમ નદી કાંઠે પહોંચી તો નદીનાં વહેણમાં ફીણની સફેદ ચાદર જોવા મળી હતી. દૂષિત પાણી નદીમાં ભળતા સફેદ લહેર જોવા મળી હતી.

આ પણ વાંચો - Kheda : જે કામ પોલીસે કરવું જોઈએ તે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એ કર્યું, એટલે મળી સજા ?

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની અસર, તંત્ર દોડતું થયું

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ GPCB દોડતું થયું છે. સંબંધિત વિભાગનાં અધિકારીઓની ટીમ રંગમતી નદી (Rangamati River) ખાતે પહોંચી હતી અને રંગમતી નદીનાં પાણીના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતી અનુસાર, ગત વર્ષ પણ કેમિકલયુક્ત પાણી છોડનારા 31 જેટલા કારખાના સામે કાર્યવાહી કરી તમામને બંધ કરાયા હતા. આ વખતે પણ GPCB આગળ આવીને કાર્યવાહી કરે તેવી લોક માગ ઊઠી છે.

આ પણ વાંચો - Ahmedabad : વ્હાઇટ ટોપિંગ રોડમાં ગાબડાનો મુદ્દો AMC ની સભામાં ગૂંજ્યો, વિપક્ષનાં આરોપ

Tags :
Chemical in Rangamati RiverGPCBGUJARAT FIRST NEWSJamnagarRangamati RiverTop Gujarati News
Next Article