Jamnagar: કાલાવડમાં પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ, ગામ લોકો દ્વારા કરાયું બાળકોનું રેસ્ક્યૂ
Jamnagar: રાજ્યમાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે, તો તેની સાથે સાતે પરેશાનીઓ પણ આવી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે જામનગર (Jamnagar)ના કાલાવડમાં પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી. વરસાદના કારણે મૂળીલા ગામનો પુલ તૂટતા એક ત્યા પુલ પર સ્કૂલ બસ અટવાઈ હતી. નોંધનીય છે કે, ગામ લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ગામના જાગૃત સરપંચ અને ગામ લોકોની સતર્કતાથી બાળકોનો બચાવી લેવામાં આવ્યો છે.
ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પૂર આવ્યું
વિગતે વાત કરવામાં આવે તો કાલાવડ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.જેથી ભારે વરસાદ પડતાં મૂળીલા ગામની નદીમાં પૂર આવ્યું છે. નોંધનીય છે કે, પૂર આવતા મૂળીલાથી નપાણીયા ખીજડિયાનો પુલ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે પુલ તૂટતા અંનેક ગામનો સપક તૂટી ગયો છે. આ સાથે પુલ તૂટતા સમાચાર મળતાની સાથે જ ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ ધરાશાયી થયો હતો ત્યાં પોહચ્યા હતાં.
એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ
નોંધનીય છે કે, પુલ ધરાશાયી થયો તે જ સમયે સ્કૂલ બસ આવી પહોંચ્ચી હતી. જેથી ગામના સરપંચ અને ગામ લોકોની સતર્કતા કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી હતી. જેથી આ દરમિયાન એક મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. નોંધનીય છે કે, ગામ લોકો દ્વારા મૂળીલાથી કાલાવડ, નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજુઆત કરતા રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે. નોધનીય છે કે, આ વખતે એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે. પરંતુ આગળ પણ ભગવાન સાથે આપશે તેવું નક્કી તો ના જ કહીં શકાય. જેથી સત્વરે કામ થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે.