ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ : ₹10,000 કરોડ પેકેજ માટે આભાર પણ રાહત ઓછી, દેવા માફી જોઈએ’

Jamnagar : રાજ્ય સરકારના 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ પર જામનગર જિલ્લાના ખેડૂતોનો પ્રતિસાદમાં આભાર અને નારાજગીનો મિશ્રણ રાગ દેખાઈ રહ્યો છે. એક તરફ ખેડૂતોએ “માવઠાના માર સામે સરકારે ખેડૂતોને જોયા એ સારી વાત છે” કહીને આભાર વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ “સહાય રાશિ ખૂબ ઓછી છે, બે હેક્ટરની મર્યાદા મોટા ખેડૂતો માટે અન્યાય છે” એવી ફરિયાદો પણ ઉઠી છે.
11:46 PM Nov 08, 2025 IST | Mujahid Tunvar

જામનગરના ધ્રોલ, કાલાવડ, જામજોધપુર વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું કે, “આ વર્ષે માવઠાએ કપાસ, ડાંગર, મગફળીનો પાક બગાડી નાખ્યો છે. બિયારણ, ખાતર, દવા, મજૂરીનો ખર્ચ ₹40,000થી ₹60,000 પ્રતિ હેક્ટર થયો પણ પેકેજમાં મહત્તમ ₹44,000 મળશે. એટલે ખર્ચનો અડધો પણ નહીં નીકળે.” ખાસ કરીને મોટા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે, “બે હેક્ટરની મર્યાદા કેમ? જેની પાસે 10 હેક્ટર જમીન છે, તેનું નુકસાન ₹5 લાખથી વધુ છે, પણ મળશે માત્ર ₹44,000!”

ખેડૂત હરસુખભાઈ

જામનગરના  હરસુખભાઈ નામના ખેડૂતે જણાવ્યું કે, આ વખતે કુદરત રૂઠી છે, તેમાં સરકાર પણ શું કરી શકે. પરંતુ આ રાહત પેકેજ આપવા બદલ સરકારનું ખુબ ખુબ આભાર માનું છું. પરંતુ આ નાના પેકેજથી કશું જ ઉપજવાનું નથી. કેમ કે વાવણી સમયે જ્યારે દાણા લેવા જાઓ ત્યારે ખુબ જ ઉંચા ભાવ આપવા પડતા હોય છે. તે ઉપરાંત દવા-ખાતર સહિતના ખર્ચાઓ ખુબ જ છે. તો ગુજરાતમાં નાના ખેડૂતો તો માત્ર 10 ટકા જ છે, તો તેની સામે મોટા ખેડૂતો કે જેમને પાસે 12 વીઘાથી વધારે જમીન છે, તેમનું શું? તેથી ખેડૂતને બેઠો કરવો છે તો સરકારે દેવું માફ કરવું પડશે.

તે ઉપરાંત રમેશ ભાઈ નામના ખેડૂતે જણાવ્યું કે, સરકારે રાહત પેકેજ બહાર પાડ્યું તે બિરદાવવા લાગક છે. પરંતુ મોટા ખેડૂતોને તો લાખો રૂપિયાનું નુકશાન ગયું છે. બિયારણથી લઈને મજૂરી સુધી ખુબ જ મોટું નુકશાન થયું છે, તેના સામે બે હેક્ટરની મર્યાદાના કારણે ખેડૂતોને જે રાહત મળશે તેનાથી તો 50 ટકા પણ ખર્ચો નિકળશે નહીં. તેવામાં ખેડૂતોએ લીધેલી લોન ભરપાઈ કરી શકશે નહીં. તો સરકારે ખેડૂતોની લોન માફ કરવી જોઈએ. તે ઉપરાંત રાહત પેકેજના પૈસા ઝડપીમાં ઝડપી ખેડૂતોના ખાતામાં નાંખવા જોઈએ, જેથી કરીને તે આગળના રવિપાકોની ખેતી કરવા માટે સક્ષમ બની શકે.

ખેડૂત રમેશ ભાઈ

એક ખેડૂતે કહ્યું, “સરકારે પેકેજ જાહેર કર્યું એનો આભાર, પણ આ વર્ષનું દેવું માફ કરે તો જ ખરેખર રાહત મળે. બેંક, સહકારી સંસ્થાઓમાં લીધેલી લોનના હપ્તા નહીં ભરાય તો ખેતર ઉપર સતત બોજો વધતો જશે અને તેમાં ખેડૂતો દબાતા રહેશે. આ વચ્ચે કેટલાક ખેડૂતોએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે, ખેડૂતો દેવાદાર બની જાય છે પછી જ તેઓ આત્મહત્યા તરફ ધકેલાય છે. ” બીજા ખેડૂતે ઉમેર્યું, “જો નુકસાનીનું સર્વે સાચું થાય અને પ્રતિ હેક્ટર ₹35,000થી ₹40,000 મળે તો જ ખરેખર રાહત થાય.”

જામનગર જિલ્લામાં 2.5 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું કે, “પેકેજની જાહેરાત સારી છે, પણ અમલીકરણમાં પારદર્શિતા જરૂરી છે. તે ઉપરાંત કિસાન સંઘે પણ સરકારી રાહત પેકેજ ઉપર નિરાશા વ્યક્ત કરી છે. તો જાહેર કરેલી રાહત પણ ખેડૂતોને ઝડપી આપવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે.

આ પણ વાંચો- Gopalbhai Italia : કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર!

Tags :
10000 Crore Package2Hectare Limitdebt waivergujarat farmersJamnagarJamnagar KhedutKhedut DemandMavtham Rahat
Next Article