ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : ધારાસભ્ય રિવાબાએ સાંસદ પૂનમ બેનને ગળે લગાવી જન્મ દિનની આપી શુભેચ્છા..!

જામનગર (Jamnagar) ના સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે થોડા દિવસ પહેલા થયેલા ગજગ્રાહ બાદ આજે  પૂનમ બેનના જન્મ દિને અનોખી તસવીરો જોવા મળી હતી. આજે સાંસદ પૂનમ બેનનો જન્મ દિન હતો ત્યારે રિવાબા એ તેમને ગળે મળીને...
06:24 PM Sep 23, 2023 IST | Vipul Pandya
જામનગર (Jamnagar) ના સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે થોડા દિવસ પહેલા થયેલા ગજગ્રાહ બાદ આજે  પૂનમ બેનના જન્મ દિને અનોખી તસવીરો જોવા મળી હતી. આજે સાંસદ પૂનમ બેનનો જન્મ દિન હતો ત્યારે રિવાબા એ તેમને ગળે મળીને...
જામનગર (Jamnagar) ના સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે થોડા દિવસ પહેલા થયેલા ગજગ્રાહ બાદ આજે  પૂનમ બેનના જન્મ દિને અનોખી તસવીરો જોવા મળી હતી. આજે સાંસદ પૂનમ બેનનો જન્મ દિન હતો ત્યારે રિવાબા એ તેમને ગળે મળીને જન્મ દિનની શુભેચ્છા આપી હતી.
દોઢ માસ પહેલા બંને વચ્ચે ગજગ્રાહ થયો હતો
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો હતો જે બાદ જામનગરનું રાજકારણ ગરમાયું હતું.જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે જાહેરમાં રકઝક જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન મેયર બિનાબેને ધારાસભ્ય રિવાબાને હોદ્દાની ગરિમા જાળવવાનું કહ્યું હતું જેના જવાબમાં રિવાબા એટલી હદે ગુસ્સે થઇ ગયા કે તેમણે જાહેરમાં જ તેમની સાથે રકઝક શરૂ કરી દીધી હતી. આ બોલાચાલી દરમિયાન રિવાબાએ કહ્યું કે, ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. આ જોતા ભાજપનો અંદરો અદરનો ઝગડો ઉજાગર થયો હતો. આ સમગ્ર રકઝક ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.આ મામલે સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું કે, સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે. આ સમગ્ર રકઝક ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જો કે ત્યારબાદ ત્રણેય આગેવાનો વચ્ચે સમાધાન થયું હતું અને મામલો થાળે પડ્યો હતો.
આજે રિવાબાએ પૂનમ બેનને ગળે મળી શુભેચ્છા આપી
બીજી તરફ હવે જામનગરના સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા વચ્ચે સંબંધો વધી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.  આજે સાંસદ પૂનમ માડમનો જન્મદિવસ હતો અને પૂનમબેને આ માટે  સર્વ રોગ નિદાન કેમ્પ યોજી જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ કેમ્પમાં સાંસદ પૂનમ બેનને જન્મ દિવસની શુભેચ્છા આપવા રીવા બા સ્થળ પર પહોંચ્યા હતા અને પૂનમ બેનને ગળે મળીને શુભેચ્છા આપી હતી. તેમણે કેટલીક ક્ષણો કાનમાં વાતચીત પણ કરી હતી.
આ પણ વાંચો----KHEL MAHAKUMBH 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નું કર્ટેન રેઝર લોન્ચ 
Tags :
birthdayJamnagarMLA Rivaba JadejaMP Poonam Ben madam
Next Article