Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાનો તોડ્યા

જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ડ્રેનેજને નડતર રૂપ મકાનોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
jamnagar  મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાનો તોડ્યા
Advertisement
  • જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન
  • ગાંધીનગર વિસ્તારની મોમાઈ નગર શેરીમાં ત્રણ મકાન તોડી પાડ્યા
  • વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાન તોડ્યા
  • નડતર રૂપ જમીનની કિંમત આશરે 25લાખ જેટલી

જામનગર (jamnagar)માં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને પહોંચી વળવા માટે જાનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) આગોતરા આયોજનના ભાગરૂપે ડ્રેનેજનમાં નડતરરૂપ મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડ્રેનેજને નડતર રૂપ મકાન તોડી પાડવામાં આવ્યા

જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) ની એસ્ટેટ શાખા (Estate Branch of Municipal Corporation) દ્વારા ડિમોલેશનની કામગીરી (Demolition Work) હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારનાં મોમાઈ નગર શેરી નં. 1 માં ત્રણ મકાન તોડી પાડી જગ્યા ખુલી કરાઈ હતી. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાન તોડી પાડવામાં આવ્યા હતા. રંગમતી નદીના વહેણને અવરોધ થવાથી ચોમાસામાં અન્ય વિસ્તારોમાં પાણી ભરાય છે.

Advertisement


3000 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી

જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા શહેરના મોમાઈનગર વિસ્તારમાં નદીના વહેણમાં કરવામાં આવેલ ગેરકાયદે દબાણોનાં કારણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. મહાનગર પાલિકાની 3000 ફૂટ જેટલી જગ્યામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.આ જમીનની કિંતમ આશરે 25 લાખ જેટલી થાય છે.

Advertisement

આ પણ વાંચોઃ Surat : ત્રણ વર્ષ પહેલા થયેલ ચોરીનો ઉકેલાયો ભેદ, ઘણા સમયથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી

જાહેર માર્ગ અને વરસાદી પાણીના નિકાલ પર દબાણો થયા હતા

જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ (Jamnagar Municipal Corporation Demolition Work)ના મુકેશ ગોસાઈએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નડતર રૂપ અલગ અલગ દબાણો જે જાહેર રસ્તા પર અને વરસાદી પાણીના માર્ગ પર થયા હતા. તેમને કાયદા અનુસાર બીપીએમસી એક્ટર 1949 ની કલમ 478 A બાદ હિયરીંગ કરી સીટી બી ડીવીઝન સ્ટાફના તેમજ જામનગર મહાનગર પાલિકાની બીજી બ્રાન્ચનાં અલગ અલગ વિભાગો સાથે સંકલન કરી ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Narmada : SOU ની સામે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનો મામલો, પીડિત પરિવારોની સાથે ચૈતર વસાવાએ કર્યો વાર્તાલાપ

Tags :
Advertisement

.

×