Jamnagar: મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ હોટલ, રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
- જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શનમાં
- સરકારી જીજી હોસ્પિટલના રસોડામાં સરપ્રાઈઝ ચેકિંગ
- ઘી, ગોળ અને દાળ સહિતની વસ્તુઓના 10 નમૂના લેવાયા
- શહેરની વિવિધ રેસ્ટોરન્ટ, હોટેલોમાંથી પનીરના 12 નમૂના લેવાયા
જામનગર મહાનગર પાલિકા (Jamnagar MuncipalCorporation)ની આરોગ્ય શાખા (Helth Department) દ્વારા જીજી સરકારી હોસ્પિટલ (GG Goverment Hospital)ના રસોડામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.
સ્ટોરન્ટ, હોટેલમાંથી પણ પનીરના 12 જેટલા નમૂના લીધા
મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (Helth Department) દ્વારા હોસ્પિટલનાં રસોડા (Hospital Kitchen)માં જમવાનું બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ખાદ્યચીજવસ્તુ ઘી, ગોળ અને દાળ સહિતની વસ્તુઓના 10 નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ હોસ્પિટલમાં લીધેલા 10 નમૂનાને બરોડાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ, હોટેલમાંથી પણ પનીરના 12 જેટલા નમૂના લીધા હતા.
આ પણ વાંચોઃ Gujarat Rain: હવામાન વિભાગે કરા તેમજ ગાજવીજ સાથે કરી વરસાદની આગાહી
સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (Jamnagar Muncipal Croporation Helth Department) ના ફ્રૂડ ઈન્સ્પેક્ટર ડી.બી.પરમારે જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા (jamnagr Muncipal Corporation) ના કમિશ્નરની સૂચનાથી શહેરમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટમાં જે ગ્રાહકોને પનીરના શાક તેમજ દૂધની બનાવટમાંથી બનતી ચીજ વસ્તુઓનાં સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમજ જીજી હોસ્પિટલનાં ડીનનાં પ્રશ્ન અનુસંધાને જીજી હોસ્પિટલનાં રસોડા વિભાગમાંથી દર્દીઓ માટે જે જમવાનું બનાવવામાં આવે છે. તે તમામ ચીજ વસ્તુનાં 10 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Surat:ગુજરાત બોર્ડનું ધો. 12 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ગરબા રમીને કરી ઉજવણી
ડી.બી. પરમાર (ફૂડ ઇન્સ્પેકટર, આરોગ્ય વિભાગ, જામનગર મહાનગરપાલિકા)