Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar:રિવાબા જાડેજાએ ગણેશ પંડાલમાં બનાવ્યા લાડુ ,જુઓ Video

દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે જામનગરના ભાજપના ધારાસભ્યનો એક વિડીયો સામે આવ્યો રીવાબા જાડેજા ગણેશના પંડાલમાં લાડુ બનાવતી જોવા મળી Jamnagar: દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ગણેશ પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી...
jamnagar રિવાબા જાડેજાએ ગણેશ પંડાલમાં બનાવ્યા લાડુ  જુઓ video
Advertisement
  • દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે
  • જામનગરના ભાજપના ધારાસભ્યનો એક વિડીયો સામે આવ્યો
  • રીવાબા જાડેજા ગણેશના પંડાલમાં લાડુ બનાવતી જોવા મળી

Jamnagar: દેશભરમાં ગણેશ ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ગણેશ પંડાલોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરમિયાન, ગુજરાત ભાજપના ધારાસભ્ય (BJP MLA)રિવાબા જાડેજા(Rivaba Jadeja)નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેમના મતવિસ્તાર જામનગર (Jamnagar) ઉત્તરમાં ભગવાન ગણેશના પંડાલમાં લાડુ બનાવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે રીવાબા જાડેજાક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja wife)ની પત્ની છે.

ગણેશ મહોત્સવનું આયોજન અને ઉજવણી

રિવાબાએ કહ્યું, 'દેશભરમાં ગણેશ મહોત્સવનું આયોજન અને ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ભગવાન ગણેશને 4,000 લાડુ ચઢાવવામાં આવે છે અને અમારી 50 થી વધુ બહેનો આ માટે કામ કરી રહી છે. હું દરેકને મારી શુભકામનાઓ આપું છું. આ પ્રસંગે હું આયોજકોનો પણ આભાર માનું છું.'

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Monsoon: મેઘરાજાની વિદાયની તારીખ આવી ગઇ સામે....

રવિન્દ્ર જાડેજા પણ ભાજપમાં જોડાયા

હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી20 વર્લ્ડ કપ 2024 પછી નિવૃત્તિની જાહેરાત કરી છે અને તે પોતાની પત્ની રિવાબા સાથે નવી ઇનિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ પણ પત્નીની જેમ રાજકારણ તરફ વળ્યા અને ભાજપનું સભ્યપદ લીધું હતું.

આ પણ  વાંચો -Cheating: સુરતીઓને લલચાવી 2.86 કરોડનું સ્કેમ...

રિવાબા જાડેજાએ માહિતી આપી

રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. રવિન્દ્રએ તેની પત્ની રિવાબા માટે પ્રચાર પણ કર્યો હતો અને તે ઘણા રોડ શોમાં પણ જોવા મળ્યો હતો. તેમના પત્ની રિવાબા 5 વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા. 2022 માં, પાર્ટીએ તેમને જામનગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં તેઓ જીત્યા હતા.

Tags :
Advertisement

.

×