જામનગર શ્રાવણી લોક મેળાનું આયોજન: કોર્ટના નિર્ણયની રાહ, ટ્રાફિક અને સલામતીના મુદ્દે અસમંજસ
- પ્રદર્શન ગ્રાઉન્ડમાં સુરક્ષા અને સલામતીને લઈને કોર્ટના વેધક સવાલો
- હંગામી બસ સ્ટેન્ડ વચ્ચે ટ્રાફિક કેમ જાળવશો? કોર્ટના જનહિટના પ્રશ્નો
- તમામ બાબતોની સંતોષકારક વ્યવસ્થા ઉભી થશે તો જ મેળાનું આયોજન થશે, સોમવારે ફેસલો
જામનગર: જામનગર મહાનગરપાલીકા દ્વારા આયોજિત શ્રાવણી લોક મેળો યોજાશે કે કેમ ? મેળો ખુલ્લો મુકવાની નિશ્ચિત દિવસના એક દિવસ પૂર્વે પણ હજુ અસમંજસભર્યો માહોલ સર્જાયો છે. કોર્ટે નાગરિકોની સલામતી અને ટ્રાફિકને લઈને મહાનગરપાલિકાને સવાલો કરી જવાબો માંગ્યા છે. કોર્ટમાં બંને તરફે થયેલ દલીલોને લઈને કોર્ટે મેળાના આયોજન અંગેનો ફેસલો સોમવાર સુધી સીમિત રાખ્યો છે. સોમવારે કોર્ટ નક્કી કરશે કે મેળો યોજવો કે નહી.
સમગ્ર હાલાર માટે જામનગરનો શ્રાવણી લોકમેળો હમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે આ વખતે નિશ્ચિત સ્થળ એવા પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ સ્ટેશન ઉભું કરાતા જન સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે દર વર્ષે પેચીદા બનતા ટ્રાફિક સમસ્યા આ વખતે વધુ જટિલ બનવાને લઈને જાગૃત નાગરિકે કોર્ટમાં અરજી કરી હતી. જેને લઈને નીચલી કોર્ટે આયોજન અંગે નિર્ણય આપ્યા બાદ મુદ્દો ઉપલી કોર્ટમાં ગયો હતો અને ઉપલી કોર્ટે મહાનગરપાલિકાને સુરક્ષા અને સલામતી તેમજ ટ્રાફિક અંગે પુરતા આયોજન સાથે સમગ્ર ગ્રાફ તૈયાર કરવા આદેશ કર્યો હતો. શનિવારે બંને તરફે દલીલો થઇ હતી. જો કે દલીલો બાદ કોર્ટે મેળાના આયોજન અંગેનો નિર્ણય સોમવાર પર છોડ્યો છે.
જામનગર શ્રાવણી મેળાની તૈયારી
આ પણ વાંચો-Raksha Bandhan 2025 : ભાજપની મહિલા કાર્યકરોએ CM Bhupendra Patel ને બાંધી રાખડી
કેમ આ વખતે સર્જાયો વિવાદ
દર વર્ષે મહાનગરપાલિકા જન્માષ્ટમી મેળાનું આયોજન બે સ્થળે કરે છે. એક આયોજન વોરાના હજીરા સામે આવેલ રંગમતી નદીના પટમાં અને બીજું મુખ્ય આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડમાં, રંગમતી નદીના કાયાકલ્પ પ્રોજેક્ટને લઈને નદીના પટનો મેળો નહિ યોજાય જયારે જર્જરિત બસ સ્ટેશનની જગ્યાએ આધુનિક બસ સ્ટેશન બનાવવાના કામને લઈને બસ સ્ટેશનને હાલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડની જગ્યા બસ સ્ટેશનમાં રોકાઈ જવા છતાં પણ મહાપાલિકાએ મેળો જે તે સ્થળે જ યોજવા નક્કી કર્યું હતું. જેને લઈને જાગૃત નાગરિક દ્વારા કોર્ટમાં આયોજનને પડકાર આપવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે આયોજન અંગે હકાર ભણતા મુદ્દો ઉપલી કોર્ટમાં પહોચ્યો હતો જેમાં ઉપલી કોર્ટે નાગરિકોની સલામતી અને સુરક્ષા તથા ટ્રાફિકના આયોજનને લઈને સવાલો કરી આયોજન પૂર્વે તમામ બાબતોની આપૂર્તિ કરવા મહાપાલિકાને જણાવતા અને ઉપલી કોર્ટે સીનીયર વકીલોને પણ જન પ્રશ્ને પોતાના મત દર્શાવવા કહ્યું હતું. આ બાબતને લઈને ફરી મેળાનાં આયોજન પર નકારાત્મક વાદળો મંડરાયા હતા. શનિવારે બંને પક્ષે થયેલ દલીલો બાદ પણ આયોજન અંગે ફેસલો થયો નથી. કોર્ટે સોમવારે નિર્ણય આપવાનો નિર્ણય કરતા ફરી મેળો યોજાશે કે કેમ ? એવા સવાલો શહેરમાં ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચો- Rksha Bndhan : આજે એજ હાથથી મે રિયાના ભાઈને રાખડી બાંધી : અનમતા અહેમદ
કોર્ટે કહ્યું “રાઇડ્સની મજબુતાઇ અને જન સલામતીનું શું ?” ટ્રાફિક કઈ રીતે નિયંત્રણ કરશો ?
જાનનગરમાં દર શ્રાવણ માસમાં શ્રાવણી લોક મેળા (Shravani Lokmela - Jamnagar) નું મોટું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં લોક મેળાના આયોજનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. તે દરમિયાન સેશન્સ કોર્ટ દ્વારા લોક મેળો યોજવા સામે હંગામી સ્ટે આપ્યો છે. જેને પગલે ચિંતા વ્યાપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે,. આજે જામનગરની સેશન્સ કોર્ટમાં પાલિકાના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં બે કલાક દલીલો ચાલી હતી. જેમાં કોર્ટ દ્વારા લોક મેળામાં મુકવામાં આવનાર રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના તમામ પુરાવાઓ રજુ કરવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત સરકારી બસોના આવાગમનને લઈને ટ્રાફિક કઈ રીતે નિયંત્રિત કરશો એવા સવાલ સાથે જવાબ રજુ કરવા પણ કોર્ટ દ્વારા જણાવાયુ હતું.
જામનગર શ્રાવણી મેળો
એક પખવાડિયાનો મેળો, ૧૦ કરોડનો વીમો
રાહતની વાત એ છે કે, કોર્ટ દ્વારા પુરાવા રજુ કર્યે મેળા પરથી હંગામી સ્ટે ઉઠાવી લેવાની વાત કહેવામાં આવી છે. જે બાદ વહીવટી તંત્ર રાઇડ્સની મજબુતાઇ અને સલામતી અને ટ્રાફિક નિવારણ સબંધિત પુરાવાઓ એકત્ર કરવાનું કહેવાયું હતું. અત્રે નોંધનીય છે કે, આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી એક પખવાડિયા સુધી ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 10 કરોડ રૂપિયાનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષની સરખામણીએ બમણી છે.
આ પણ વાંચો-SMC Raid : પોરબંદરના રાણાવાવમાં દારૂની ભઠ્ઠી પર SMCના દરોડા, 1500 લીટર દેશી દારૂ જપ્ત