Jamnagar : આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં ધન્વંતરી દેવની વિશેષ પૂજા કરાઈ
- Jamnagar માં આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં ધન્વંતરી દેવની પૂજા કરાઈ
- આયુર્વેદનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીની પ્રતિમાનું પૂજન કરાયું
- ધન્વંતરી વંદના દ્વારા સમગ્ર વિશ્વનાં કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ
- જામનગરને આયુર્વેદની જનક અને તપોભૂમિનું મળ્યું છે બહુમાન
- સંસ્થાના પ્રોફેસર, વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા પૂજામાં
Jamnagar : આજે ધનતેરસનાં (Dhanteras 2025) દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિશેષ પૂજાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં (Ayurveda University Campus) ધન્વંતરી દેવની પૂજા કરાઈ હતી. આયુર્વેદનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીની (Dhanvantari) પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ધન્વંતરી વંદના દ્વારા સમગ્ર વિશ્વનાં કલ્યાણ માટે પ્રાર્થના પણ કરાઈ હતી.
આ પણ વાંચો - Dhanteras 2025 : કુમકુમ મંદિરમાં ધનતેરસનાં દિવસે સુવર્ણનાં પુષ્પોથી પૂજન કરી ઉજવણી કરાઈ
Jamnagar માં આયુર્વેદનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીની પ્રતિમાનું પૂજન કરાયું
જામનગરમાં (Jamnagar) આજે ધનતેરસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. આ શુભ દિવસે આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં (Ayurveda University Campus) ધન્વંતરી દેવની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન દ્વારા આયુર્વેદનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીજી દેવની પ્રતિમાનું પૂજન કરાયું હતું અને ધન્વંતરી વંદના દ્વારા સમગ્ર વિશ્વનાં જીવોનું સ્વાસ્થ્ય કલ્યાણ થાય તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - અયોધ્યાના દિપોત્સવમાં 'પુષ્પક વિમાન'નું આકર્ષણ, ત્રેતા યુગની યાદો તાજી થશે
આયુર્વેદનાં ઉપાસકો માટે આજે ખૂબ જ અગત્યનો દિવસ : ડીન હિતેશ વ્યાસ
નોંધનીય છે કે, જામનગરને આયુર્વેદની જનક અને તપોભૂમિનું બહુમાન મળ્યું છે. સંસ્થાનાં નાયબ નિદેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી, ડિન વૈદ્ય હિતેશ વ્યાસ, તમામ વિભાગીય વડાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ આજની પૂજન વિધિમાં જોડાયા હતા. આયુર્વેદ સંશોધન તાલીમ સંસ્થાનાં ડીન હિતેશ વ્યાસે જણાવ્યું કે, આયુર્વેદનાં (Ayurveda) ઉપાસકો માટે આજે ખૂબ જ અગત્યનો દિવસ છે. આયુર્વેદનાં આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીનો (Dhanvantari) આજે પ્રાગટ્ય ઉત્સવ છે. આ પ્રસંગે ધનવંતરીજી દેવનું પૂજન કરવામાં આવે છે. હવે સમગ્ર સંસ્થા દ્વારા દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો - ધનતેરસ 2025: ખરીદી સાથે આ 3 જૂની વસ્તુઓનું દાન કરો, લક્ષ્મીજી થશે પ્રસન્ન