Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar : ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ચુકાદો

સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક પંચવટી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ અપરિણીત હતા અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. તેમના માતા-પિતા અને નાની બહેન કોરોનામાં મૃત્યુ પામ્યા બાદ તેઓ એકલા રહેતા હતા. તેમણે ગત મે, 2023ના રોજ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
jamnagar   ચકચારી શિક્ષિકા આપઘાત કેસમાં મોટો ચુકાદો
Advertisement
  • ચકચારી કેસમાં આરોપીઓને 7 - 7 વર્ષની સજા ફટકારાઇ
  • જામનગરની સેશન્સ કોર્ટે આરોપીએને સજા સાથે દંડ ફટકાર્યો
  • મહિલાએ અંતિમ પગલું ભરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી

Jamnagar : જામનગરના ચકચારી શિક્ષિકાના આપઘાત કેસમાં આજે સેશન્સ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને 7 - 7 વર્ષી સજા ફટકારી છે. અગાઉ ત્રણ વર્ષ પૂર્વે જામનગરના પંચવટી વિસ્તારમાં શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું. જે બાદ તપાસમાં શિક્ષિકાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આરોપીઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સજા સાથે દંડ પણ ફટકારાયો

ત્રણ વર્ષ પહેલા જામનગરના પંટવટી વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ ગળે ફાંસો ખાઇને મોત વ્હાલુ કર્યું હતું. અંતિમ પગલું ભરતા પહેલા શિક્ષિકાએ સ્યુસાઇડ નોટ લખી હતી., જેમાં રજાક નૂરમામદ સાયચા, અખ્તર અનવર અને અફરોઝ તૈયબ દ્વારા અસહ્ય ત્રાસ આપીને મરવા પર મજબૂર કરી હોવાની નોંધ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ મામલે કોર્ટમાં પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો, અને સરકારી વકીલની ધારદાર દલીલોન બાદ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને 7 - 7 વર્ષની સજા ફટકારી છે. જેલવાસની સાથે ત્રણેય આરોપીઓને પાંચ પાંચ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------- Patan: 'પાઘડીની લાજ' સંમેલન, Love Marriage સામે 3 હજારથી વધુ પાટીદાર મહિલાઓ મેદાને

મહિલા એકલા રહેતા હતા

સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક પંચવટી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ અપરિણીત હતા અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. તેમના માતા-પિતા અને નાની બહેન કોરોનામાં મૃત્યુ પામ્યા બાદ તેઓ એકલા રહેતા હતા. તેમણે ગત મે, 2023ના રોજ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ચકચારી મામલે આજે ચૂકાદો આવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલે શિક્ષિકાનો કેસ લડતા વકીલ હારૂન પાલેજાની પણ હત્યા થઇ હતી. આ કેસમાં સાયચા ગેંગ પર વકીલની હત્યાનો આરોપ લાગ્યો હતો. આ ચકચારી મામલે આજે ચૂકાદો આવ્યો છે. જેમાં શિક્ષિકાને અંતિમ પગલું ભરવા માટે મજબૂર કરનાર આરોપીઓને સજા સાથે દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો -------  Navneet Baldhia Case : SIT એ વધુ એક આરોપીને સકંજામાં લીધો

Tags :
Advertisement

.

×