Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ઢોંસા ખાવાના શોખીનો ચેતજો! જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ! Video

જામનગરમાં ઢોંસા ખાવાના શોખીનને કડવો અનુભવ થયો છે. સંકલ્પ રેસ્ટોરન્ટનાં ઢોંસામાંથી જીવાત નીકળવાનાં દાવા સાથેનો વીડિયો વાઇરલ થયો છે. ગ્રાહકે FSSAI, અને મનપાની ફૂડ શાખાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું. વિભાગે તપાસ કરી રેસ્ટોરન્ટને 2 દિવસ બંધ રાખવા સૂચના આપી છે. જો કે, રેસ્ટોરન્ટ સામે કોઈ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ થઈ રહ્યા છે.
jamnagar   ઢોંસા ખાવાના શોખીનો ચેતજો  જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ  video
Advertisement
  1. Jamnagar માં ઢોંસા ખાવાના શોખીનને કડવો અનુભવ થયો!
  2. રેસ્ટોરન્ટમાં ગ્રાહકે મંગાવેલ ઢોંસામાંથી મૃત જીવાત નીકળી
  3. પટેલ કોલોની પાસેની સંકલ્પ રેસ્ટોરન્ટનો વીડિયો વાઇરલ
  4. ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાઇરલ
  5. ગ્રાહકે FSSAI અને ફૂડ વિભાગને ઘટના અંગે કરી ફરિયાદ

Jamnagar : જો તમે ઢોંસા ખાવાનાં શોખીન છો તો આ સમાચાર તમારા માટે છે. જામનગરમાં ઢોંસા ખાવાના શોખીનને કડવો અનુભવ થયો છે. જામનગરની સંકલ્પ રેસ્ટોરન્ટનાં (Sankalp Restaurant) ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનાં દાવા સાથેનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ગ્રાહકે FSSAI અને ફૂડ વિભાગને (Food Department) આ ઘટના અંગે ફરિયાદ કરી હતી. ગ્રાહકે મનપાની ફૂડ શાખાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું અને સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસ બાદ રેસ્ટોરન્ટને 2 દિવસ બંધ રાખવા સૂચના આપી છે. પાણીની શુદ્ધતા અને સ્ટાફનાં મેડિકલ રિપોર્ટ પણ મંગાવ્યા છે. જો કે, રેસ્ટોરન્ટની હાઇજેનિક કન્ડિશન સુધારવા માત્ર સૂચના આપી છે. ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ સામે કોઈ કાર્યવાહી ન કરાતા અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Surat : મહિધરપુરામાં ધોળા દિવસે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, Video વાઇરલ

Advertisement

Advertisement

Jamnagar માં સંકલ્પ રેસ્ટોરન્ટમાં ઢોંસામાંથી મૃત જીવાત નીકળી હોવાનો દાવો!

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં (Jamnagar) પટેલ કોલોની પાસેની સંકલ્પ રેસ્ટોરન્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો ગ્રાહક દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાઇરલ વીડિયોમાં મહિલા ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટમાં મંગાવેલ ઢોંસામાંથી મૃત જીવાત નીકળી હોવાનો દાવો કરાયો છે. ત્યાર બાદ ગ્રાહક દ્વારા આ મામલે FSSAI અને ફૂડ વિભાગને ફરિયાદ પણ કરાઈ. ગ્રાહકે મનપાની (JMC) ફૂડ શાખાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાત, ખેડૂતોને નુકસાન અંગે કૃષિમંત્રીનું નિવેદન

વિભાગની તપાસ, રેસ્ટોરન્ટને 2 દિવસ બંધ રાખવા સૂચના

જામનગર શહેરનાં પટેલ કોલોનીમાં આવેલ સંકલ્પ રેસ્ટોરન્ટમાં (Sankalp Restaurant) ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગે ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસ બાદ રેસ્ટોરન્ટને 2 દિવસ બંધ રાખવા સૂચના આપી હતી. તપાસમાં પાણીની શુદ્ધતા અને સ્ટાફના મેડિકલ રિપોર્ટ પણ મંગાવ્યા છે. જો કે, રેસ્ટોરન્ટની હાઇજેનિક કન્ડિશન સુધારવા માત્ર સૂચના આપતા અને રેસ્ટોરન્ટ સામે ફૂડ વિભાગે કોઈ કડક કાર્યવાહી ન કરાતા લોકોમાં અનેક સવાલ થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો - જૂનાગઢના વિસાવદરમાં માવઠાના મારના કારણે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો,સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી

Tags :
Advertisement

.

×