Jamnagar : વૃંદાવન સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, શિવા વાજેલીયા ઝબ્બે
- તસ્કરે વૃંદાવન સોસાયટીમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો
- ચોરીને પગલે લોકોમાં ડરનો માહોલ, પોલીસે ગણતરીના સમયમાં તસ્કરને દબોચ્યો
- તસ્કર પાસેથી લાખોની મત્તા રિકવર કરવામાં પોલીસને સફળતા મળી
Jamnagar : તાજેતરમાં જામનગરની (Jamnagar) જાણીતી વૃંદાવન સોસાયટીમાં (Vrundavan Society) ચોરીની ઘટના સામે આવી હતી. તહેવાર ટાણે મોટી ચોરીની ઘટના (Theft Case) સામે આવતા લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા જ ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લીધો છે. સાથે જ પોલીસે આરોપ પાસેથી રૂ. 15.67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ચોરીની ઘટના બાદ પોલીસની ત્વરિત કાર્યવાહીની લોકો સરાહના કરી રહ્યા છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ કરવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Jamnagar ની Vrindavan Society માં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો | Gujarat First
લાખોની ઘરફોડ ચોરી કરનારા આરોપીને પોલીસ ઝડપી પાડ્યો
પોલીસે ગણતરીની કલાકોમાં શિવા વાજેલીયાની કરી ધરપકડ
પોલીસે આરોપી શિવા વાજેલીયાને ઝડપી રિકન્ટ્રક્શન પણ કર્યું
કુલ રૂ.15.67ના મુદામાલ સાથે આરોપીને પોલીસે… pic.twitter.com/KtWuz0VsrV— Gujarat First (@GujaratFirst) October 20, 2025
ગણતરીના સમયમાં જ ધરપકડ
તાજેતરમાં જામનગરની જાણીતી વૃંદાવન સોસાટીમાં ચોરીની મોટી ઘટના સામે આવી હતી. તહેવાર ટાણે તસ્કરો બેફામ બનવાના કારણે સ્થાનિકોમાં ચિંતા સાથે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. જે બાદ મામલે સ્થાનિક પોલીસ મથક પહોંચ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં જ તસ્કર શિવા વાજેલીયાની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસે આરોપી શિવા વજેલીયા પાસેથી રૂ. 15.67 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે
સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો
આ સાથે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ચોરીની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મોટી ચોરીની ઘટનામાં પોલીસની ત્વરીત અને અસરકારક કામગીરીને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તસ્કરે અન્ય કોઇ જગ્યાએ ચોરી કરી છે કે, કેમ, તે સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની તપાસના અંતે શું હકીકતો સામે આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો ---- Vadodara : ભાદરવા પોલીસે રૂ. 29.52 લાખનો દારૂ પકડ્યો, ચાલક ફરાર


