ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : પતિ રવિન્દ્ર જાડેજાને લઈ પત્ની રિવાબાએ કર્યો મોટો ખુલાસો! સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

જામનગરથી (Jamnagar) એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનાં (Indian Cricket Team) સ્ટાર અને ઓલરાઉન્ડર ખેલાડી અને ધારાસભ્ય રિવાબા જાડેજાનાં (MLA Rivaba Jadeja) પતિ રવિન્દ્ર જાડેજાએ આખરે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. માહિતી મુજબ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટી...
11:41 AM Sep 05, 2024 IST | Vipul Sen
જામનગરથી (Jamnagar) એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનાં (Indian Cricket Team) સ્ટાર અને ઓલરાઉન્ડર ખેલાડી અને ધારાસભ્ય રિવાબા જાડેજાનાં (MLA Rivaba Jadeja) પતિ રવિન્દ્ર જાડેજાએ આખરે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. માહિતી મુજબ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટી...
સૌજન્ય : Google

જામનગરથી (Jamnagar) એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનાં (Indian Cricket Team) સ્ટાર અને ઓલરાઉન્ડર ખેલાડી અને ધારાસભ્ય રિવાબા જાડેજાનાં (MLA Rivaba Jadeja) પતિ રવિન્દ્ર જાડેજાએ આખરે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. માહિતી મુજબ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયા છે. રવિન્દ્ર જાડેજા BJP નાં સભ્ય બન્યા છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સભ્ય તરીકેનાં કેટલાક ફોટા પણ જાહેર કર્યા છે.

આ પણ વાંચો -Gandhinagar : 'શિક્ષક દિવસ' એ TAT પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, સરકાર સમક્ષ કરી આ માગ

દેશભરમાં BJP નાં 'સદસ્યતા અભિયાન' ની શરૂઆત

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા હાલ દેશભરમાં 'સદસ્યતા અભિયાન' (Sadasyata Abhiyan 2024) ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ આ અભિયાનની પૂરજોશ શરૂઆત થઈ છે. આ અભિયાનનાં માધ્યમથી ગુજરાતભરમાં વધુમાં વધુ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર (Jamnagar) ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રિવાબા જાડેજાનાં પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ હવે BJP નાં સભ્ય બની પાર્ટી સાથે જોડાયા છે.

આ પણ વાંચો -Ahmedabad : શહેરની ટ્રાફિક સમસ્યા અંગે જનજાગૃતિ માટે HC નાં જજે બીડું ઊઠાવ્યું! જુઓ પ્રેરણાદાયક તસવીર

રિવાબાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી માહિતી

આ અંગેની માહિતી ધારાસભ્ય રિવાબા જાડેજાએ (MLA Rivaba Jadeja) તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી છે. આ પોસ્ટમાં રિવાબાએ પોતાનાં અને પતિ રવિન્દ્ર જાડેજાનાં સભ્ય પદનાં ફોટા પણ શેર કર્યા છે. જણાવી દઈએ કે, 2 સપ્ટેમ્બરનાં રોજ દિલ્હીમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ (JP Nadda) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) સભ્ય બનાવી સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી.

આ પણ વાંચો -Kheda : વિધર્મી શિક્ષકે 9 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય, કાજલ હિન્દુસ્તાનીએ કરી આ માગ

Tags :
Bharatiya Janata PartyBJPGujarat BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsIndian Cricket TeamJamnagarJP NaddaLatest Gujarati NewsMLA Rivaba Jadejapm narendra modiRavindra JadejaSadasyata Abhiyan 2024Sadasyata2024
Next Article