Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar: દીકરી ભગાડવાની શંકા અને યુવાનનું અપહરણ!, પોલીસે એક શખ્સને દબોચ્યો!

Jamnagar ના ખીજડીયા બાયપાસ પાસેથી સુરેશ ટોયટા નામના યુવાનનું પ્રેમ પ્રકરણની અદાવતમાં અપહરણ કરી માર મારવાની ઘટના બની છે. આરોપીની દીકરીને ભગાડવામાં મદદ કર્યાની શંકાએ પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. પંચકોશી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી પિયુષ ચિરોડીયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
jamnagar  દીકરી ભગાડવાની શંકા અને યુવાનનું અપહરણ   પોલીસે એક શખ્સને દબોચ્યો
Advertisement
  • Jamnagar માં અપહરણના કેસમાં એક આરોપીની ધરપકડ
  • પ્રેમ પ્રકરણની અદાવતમાં સુરેશ ટોયાટાનું કર્યું હતું અપહરણ
  • પંચકોશી ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે નોંધ્યો ગુનો
  • અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી

Jamnagar: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરથી એક યુવાનનું અપહરણ (Kidnapping) કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણ (Love Affair) ની અદાવતમાં બનેલી આ ઘટનામાં પંચકોશી એ-ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

17 ડિસેમ્બરે બની હતી ઘટના

માહિતી મળતી માહિતી મુજબ ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ જામનગર-રાજકોટ હાઈવે પર આવેલા ખીજડીયા બાયપાસ પાસે સુરેશ ટોયટા નામના યુવાનનું 5 શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ યુવાનને પકડી પાડી તેને નિર્જન સ્થળે લઈ જઈ લાકડીઓ અને ઢીકાપાટુનો બેરહેમ માર માર્યો હતો. આટલું જ નહીં આરોપીઓએ સુરેશને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી.

Advertisement

Advertisement

સમગ્ર વિવાદનું મૂળ પ્રેમ પ્રકરણ!

અપહરણ પાછળનું કારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર વિવાદનું મૂળ પ્રેમ પ્રકરણ છે. ફરિયાદી સુરેશ ટોયારના એક સંબંધીએ આરોપીની દીકરીને ભગાડી ગયા હતા. આરોપીઓને એવી શંકા હતી કે સુરેશે તેના સંબંધીને દીકરી ભગાડવામાં મદદ કરી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ સુરેશને નિશાન બનાવ્યો હતો અને બદલો લેવાના આશયથી તેનું અપહરણ કર્યું હતું.

આ પણ વાંચોઃ Jamnagar: 'ઢોર ડબ્બામાં માટે પૂરતી સગવડ નથી!', સભામાં વિપક્ષી નગરસેવકોએ અનેક મુદ્દે ઉઠાવ્યા સવાલો

Jamnagar: 4  આરોપીને પકડવા તપાસ તેજ

પોલીસ કાર્યવાહી ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે જામનગર પંચકોશી એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારપીટ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ પાંચ પૈકીના એક મુખ્ય આરોપી પિયુષ ચિરોડીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Vadodara: વડોદરામાં દેશની સૌથી મોટી સોલર ડીશની સ્થાપના

Tags :
Advertisement

.

×