ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહારમાં જન સૂરાજ પાર્ટીએ 51 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, પ્રશાંત કિશોરની ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત

Jan Suraaj Party એ આગામી ચૂંટણી માટે પોતાના 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ જાહેરાતથી રાજ્યના રાજકારણમાં નવી હલચલ પેદા થઈ છે
04:53 PM Oct 09, 2025 IST | Mustak Malek
Jan Suraaj Party એ આગામી ચૂંટણી માટે પોતાના 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ જાહેરાતથી રાજ્યના રાજકારણમાં નવી હલચલ પેદા થઈ છે
Jan Suraaj Party

 

બિહારમાં પ્રશાંત કિશોર (PrashantKishor )ની નવી પાર્ટી જન સૂરજ (JanSuraj) ની ધમાકેદાર એન્ટ્રીથી ભારે ગરમાવો આવ્યો છે. લાંબા સમયની તૈયારીઓ પછી, જન સૂરાજે આગામી ચૂંટણી માટે પોતાના 51 ઉમેદવારોની પ્રથમ યાદી (Candidate List)  જાહેર કરી છે. આ જાહેરાતથી રાજ્યના રાજકારણમાં નવી હલચલ પેદા થઈ છે.પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરાજ અનેક પાર્ટીના સમીકરણ બગાડી શકે તેવી પ્રબળ સંભાવના છે.

બિહારમાં Jan Suraaj Party એ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી

નોંધનીય છે કે આ યાદીમાં સૌથી મોટું આકર્ષણ નીતિશ કુમારના એક સમયના નિકટના ગણાતા નેતા આરસીપી સિંહની પુત્રી લતા સિંહ છે, જેમને નાલંદાની અસ્થાવન બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભોજપુરી અભિનેતા રિતેશ પાંડેને રોહતાસની કરગહર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ એવી અટકળો હતી કે પ્રશાંત કિશોર પોતે આ બ્રાહ્મણ પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે.

 

 

 

Jan Suraaj Party એ આ ઉમેદવારોની જાહેરાત કરી

જન સૂરજની પ્રથમ યાદીમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે. પ્રખ્યાત ચિકિત્સક અમન કુમાર દાસ મુઝફ્ફરપુરથી અને ડૉ. અરુણ કુમાર મોતીહારીથી ચૂંટણી લડશે. અન્ય મુખ્ય ઉમેદવારોમાં સુનિલ કુમાર (લોરિયા), ઉષા કિરણ (સીતામઢી), રામ પ્રવેશ યાદવ (સુપૌલ નિર્માલી), અને મોહમ્મદ શાહનવાઝ આલમ (પૂર્ણિયા બૈસી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરકે મિશ્રા દરભંગાથી અને જયપ્રકાશ સિંહ છપરાથી ઉમેદવાર હશે.

જોકે, સૌથી મોટું સસ્પેન્સ એ છે કે પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડશે કે નહીં. પાર્ટીના નેતા ઉદય સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, "પીકે ચૂંટણી લડશે કે નહીં તે હજુ નક્કી નથી. જો તેમનું નામ યાદીમાં આવશે તો તેઓ ચૂંટણી લડશે; જો નહીં તો તેઓ નહીં લડે. અમે ત્રણથી ચાર દિવસમાં તમામ 241 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરીશું."

 

આ પણ વાંચો :  Uttar Pradesh: કાનપુરમાં બે સ્કૂટરમાં વિસ્ફોટ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Tags :
Bihar ElectionBihar politicsCANDIDATE LISTGujarat FirstIndian PoliticsJan Surajnitish kumarPrashant KishorRCP SinghRitesh PandeySupreme Court
Next Article