Japan : Fumio Kishida એ ચૂંટણી લડવનો કર્યો ઇનકાર, PM પદ છોડશે...
- જાપાનમાં રાજકીય ઉથલપાથલ
- Fumio Kishida PM પદ છોડશે
- પાર્ટી પ્રમુખ માટે ચૂંટણી લડવાનો ઇનકાર
જાપાન (Japan)માં આવતા મહિને PM નો ચહેરો બદલાઈ શકે છે. વર્તમાન PM ફુમિયો કિશિદા (Fumio Kishida)એ સપ્ટેમ્બરમાં યોજાનારી પાર્ટી પ્રમુખ માટે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. જાપાન (Japan)ની સરકારી ટીવી ચેનલ 'NHK'ના સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.
PM ફુમિયો કિશિદા (Fumio Kishida)એ તેમના શાસક પક્ષના અધિકારીઓને જાણ કરી છે કે તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારી પક્ષ પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. કિશિદા (Fumio Kishida) 2021 માં તેમની સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમની મુદત સપ્ટેમ્બરમાં સમાપ્ત થાય છે.
Japanese Prime Minister Fumio Kishida said at a news conference on Wednesday that he has decided not to seek reelection as president of the ruling Liberal Democratic Party. The decision means that Kishida will step down as PM after a new LDP leader is elected at a party… pic.twitter.com/hxrN14Pcrs
— ANI (@ANI) August 14, 2024
આ પણ વાંચો : Bangladesh : દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન, કહ્યું- 'આતંકવાદી કૃત્ય...'
ભ્રષ્ટાચાર અને કૌભાંડોના આરોપો...
કિશિદાના રેસમાંથી બહાર નીકળવાનો અર્થ એ છે કે નવા નેતા જે પાર્ટીના મત જીતશે તે PM તરીકે તેમનું સ્થાન લેશે કારણ કે LDP સંસદના બંને ગૃહોને નિયંત્રિત કરે છે. કિશિદાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓની સંડોવણી સામે આવી છે, જેના કારણે તેમની લોકપ્રિયતાનું સ્તર 20 ટકાથી નીચે આવી ગયું છે.
આ પણ વાંચો : શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી