આખરે શા માટે 15 મહિના નિવસ્ત્ર થઈને કુતરાનું ખાવાનું ખાધું આ કોમેડિયને?
- Nasubi 15 મહિના એક ઘરમાં નિવસ્ત્ર રહ્યો હતો
- દરરોજ 300 લકી ડ્રોની એન્ટ્રી લખવી પડતી હતી
- Nasubi ની ડોક્યૂમેન્ટ્રીનું નામ ધ કન્ટેસ્ટન્ટ છે
Japanese Tomoaki Hamatsu : જાપાનના લોકપ્રિય કોમેડિયાન Japanese Tomoaki Hamatsu ને લોકો Nasubi તરીકે ઓળખે છે. તાજેતરમાં Tomoaki Hamatsu પોતાના એક ભાથું ભમાવી નાખે તેવા અનુભવને શેર કર્યો છે. જોકે આ ઘટનાઓનો ત્યારે Tomoaki Hamatsu એ અનુભવ કર્યો હતો, જ્યારે તેમણે જાપાનના સૌથી પ્રખ્યાત અને પડકારદાયક ટીવી શોમાં ભાગ લીધો હતો. ત્યારે આ ટીવી શોનું નામ A Life In Prizes છે. A Life In Prizes માં Tomoaki Hamatsu ને કૂતરાંનું ખાવાનું ખાવું પડ્યું હતું. જોકે Tomoaki Hamatsu ને એક અલગ ઘરમાં રાખવામાં આવ્યો હતો. જેમાં તેને અનેક પડકારદાયક અને વિચિત્ર કાર્યો કરવા માટે કહેવામાં આવતું હતું.
Nasubi 15 મહિના એક ઘરમાં નિવસ્ત્ર રહ્યો હતો
A Life In Prizes નામનો ટીવી શો વર્ષ 1998 માં શરૂ થયો હતો. તો A Life In Prizes દરમિયાન 15 મહિના માટે Tomoaki Hamatsu ને નિવસ્ત્ર રાખવામાં આવ્યો હતો. જોકે Tomoaki Hamatsu ને લોકો Nasubi તરીકે પણ ઓળખે છે. Tomoaki Hamatsu ને એક ખાલી ઘરમાં રાખવામાં આવ્યો હતો. જોકે Tomoaki Hamatsu નો એકમાત્ર ઉદ્દેશ હતો, આ ટીવી શોને જીતીને તેઓ તેની આર્થિક જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકે. તો Nasubi ની આ ટીવી શોમાં જે પ્રકારની સફર રહી છે, તેના ઉપર એક ડોક્યૂમેન્ટ્રી બનવા જઈ રહી છે.
આ પણ વાંચો: UN Women અને UNODC નો ખુલાસો, સરેરાશ દરરોજ 140 મહિલાઓ-યુવતીઓની હત્યા
Tomoaki Hamatsu spent 15 months being isolated and naked, competing on a game show which he thought would be edited and broadcast at a later date. Instead, unbeknownst to him, it was live steamed to millions of Japanese viewers. pic.twitter.com/zDUdTWYXsw
— non aesthetic things (@PicturesFoIder) November 10, 2024
દરરોજ 300 લકી ડ્રોની એન્ટ્રી લખવી પડતી હતી
Nasubi એ જણાવ્યું હતું કે, ટીવી શોના નિર્માતાઓ દ્વારા તેમને અપૂરતી માહિતી આપવામાં આવી હતી. તેના કારણે મહિનાઓ સુધી તેઓ માનસિક રીતે બીમાર હતા. જોકે Nasubi ને એક ઘરમાં માત્ર એક ફોન આપવામાં આવ્યો હતો. જેને કટોકટીની સ્થિતિમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. તે ઉપરાંત Nasubi ને દરરોજ 300 લકી ડ્રોની એન્ટ્રી લખવી પડતી હતી. જેના માધ્યમથી તેઓ સામાન્ય ખોરાક મેળવી શકે. આ પ્રકારના વિવિધ પડકારદાયક કાર્યો તેમને ટાસ્ક સ્વરૂપ આપવામાં આવતા હતા.
Nasubi ની ડોક્યૂમેન્ટ્રીનું નામ ધ કન્ટેસ્ટન્ટ છે
Nasubi એ સ્વીકાર્યું કે શરૂઆતમાં તેને આ રોમાંચિક લાગ્યું હતું, પરંતુ ટૂંક સમયમાં એકલતાનો શિકાર થઈ ગયો હતો. જોકે Nasubi નું આ શો પછી જીવન સંપૂર્ણ પણે બદલાઈ ગયું છે. Nasubi એ તેની ડોક્યૂમેન્ટ્રીમાં અંગે ખુલીને વાત કરી છે. Nasubi ની ડોક્યૂમેન્ટ્રીનું નામ ધ કન્ટેસ્ટન્ટ છે. તેને ડિરેક્ટર ક્લેર ટિટલે બનાવી છે.
આ પણ વાંચો: આ શહેરમાં 1536 કલાકો માટે સૂરજ થયો ગાયબ, તે બાદ 3 મહિના માટે સૂર્યાસ્ત થશે નહીં