ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Japan ની 1000 વર્ષની દારૂને UNESCO એ સાંસ્કૃતિક ધરોહરમાં સામેલ કરી

Japan's 1,000-year-old drink : Sake નું ઉત્પાદન એ બે મહિનાની લાંબી પ્રક્રિયા છે
10:07 PM Dec 14, 2024 IST | Aviraj Bagda
Japan's 1,000-year-old drink : Sake નું ઉત્પાદન એ બે મહિનાની લાંબી પ્રક્રિયા છે
This 1000-Old-Year Japanese Drink Has Made It To UNESCO Intangible Heritage List,

Japan's 1,000-year-old drink : Japan ની 1000 વર્ષ જૂની દારૂને UNESCO ની સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેના કારણે Japan ની આ દારૂને વધુ ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ત્યારે આ દારૂનું નામ Sake છે. Sake ને Japan માં પ્રાચની સભ્યાતાનું એક ખાસ પીણું માનવામાં આવે છે. તે ઉપરાંત Sake એ Japan માં એક ખાસ સાંસ્કૃતિક પરંપરા સાથે પણ જોડાયેલું પીણું છે. તે ઉપરાંત Japan ના તહેવારો અને ખાસ દિવસોમાં આ પીણું શાનથી પીવામાં આવે છે.

Sake નું ઉત્પાદન એ બે મહિનાની લાંબી પ્રક્રિયા છે

UNESCO દ્વારા આ દારૂને Intangible Cultural Heritage of Humanity ની યાદીમાં સ્થાન આપ્યું છે. Japan માં Sake સાથે ખાસ પ્રાચીન ઈતિહાસ જોડાયેલો છે. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, Sake એ 1000 વર્ષ જૂની દારૂ છે. જેને 8 મી સદીમાં તૈયાર કરવામાં આવી હતી. ત્યારે તેને ભૂતપ્રેત જેવી ઘટનાઓ સામે લડવા માટે શક્તિશાળી પીણું માનવામાં આવતું હતું. તો 11 મી સદીમાં એક ઉપન્યાસમાં The Tale of Genji માં આ પીણા વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: વર્ષ 2050 માં ભારતીયો પાણી માટે Zombie ની જેમ રખડતા જોવા મળશે

સમૃદ્ધિ અને ખુશીના પ્રતીક તરીકે પીવામાં આવે છે

ચોખા, પાણી, આથો અને ચોખાની ફંગસનો ઉપયોગ કરીને આ Sake ને બનાવવામાં આવે છે. જે ચોખાના સ્ટાર્ચને ખાંડમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જેમ બિયર બનાવવામાં માલ્ટિંગ થાય છે. Sake નું ઉત્પાદન એ બે મહિનાની લાંબી પ્રક્રિયા છે, જેમાં ચોખાને બાફવા, પછી દર કલાકે તેને હલાવવા અને છેલ્લે તેને દબાવીને Sake બનાવવાનો સમાવેશ થાય છે. સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશીના પ્રતીક તરીકે પીવામાં આવે છે.

નિકાસ Japanના અર્થતંત્રને ઘણો ફાયદો કરી રહી છે

આ ઉપરાંત Sake નો નિકાસ પણ એક મોટો વ્યવસાય બની ગયો છે. 265 મિલિયન ડોલરથી વધુની કિંમત એટલે કે રૂ. 2,199.5 કરોડ દર વર્ષે Japan માં નિકાસ કરવામાં આવે છે. જેમાં અમેરિકા અને ચીન મુખ્ય બજારો છે. Japanese Sake Producers Association ના જણાવ્યા અનુસાર, Japan માં Sake વેપાર સતત વધી રહ્યો છે અને તેની નિકાસ પણ Japanના અર્થતંત્રને ઘણો ફાયદો કરી રહી છે.

આ પણ વાંચો: Virginity ને પરત મેળવશે બ્રાઝિલની મોડલ, પરંતુ તબીબોએ ચેતવણી આપી કે...

Tags :
Gujarat FirstJapan sake UNESCO recognitionJapanese rice wine historyJapanese traditions sakeJapans 1000 year old drinkrice wine exportssake cultural celebrationsake cultural heritagesake economic impactsake global popularitytraditional sake brewingUNESCO cultural tradition
Next Article