Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બોલિવૂડ એક્ટરને કરોડોનો લાગ્યો ચૂનો! Jaaved Jaaferi ની Wife સાથે 17 કરોડથી વધુની Cheating!

મુંબઈના ગ્લેમર જગતમાંથી હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય અભિનેતા જાવેદ જાફરીનો પરિવાર છેતરપિંડીનો શિકાર થયો છે. તેની પત્ની હબીબા જાફરી સાથે રોકાણના નામે કરોડોની રકમની ઠગાઈ કરવામાં આવી છે. આ ઠગાઈના મામલે પોલીસે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ (Arrest) કરી લીધી છે, અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બોલિવૂડ એક્ટરને કરોડોનો લાગ્યો ચૂનો  jaaved jaaferi ની wife સાથે 17 કરોડથી વધુની cheating
Advertisement
  • Jaaved Jaaferi ની પત્ની હબીબા સાથે કરોડોની છેતરપિંડી
  • મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી
  • હાઉસિંગ પ્રોજેક્ટમાં રોકાણના બહાને મોટી રકમ પડાવી
  • આરોપીએ પૂછપરછમાં એક અધિકારીનું નામ લીધુ!

Jaaved Jaaferi Wife Cheating: બોલિવૂડ (Bollywood) અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે અધધ કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી (Cheating) થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે (Property Cell) ત્વરિત કાર્યવાહી કરી છે. અને નિશિત પટેલ નામના શખ્સની ધરપકડ (Arrest) કરી લીધી છે. આ આર્થિક અપરાધની વિગતોએ મનોરંજન જગતમાં ભારે ચર્ચા જગાવી છે.

Jaaved Jaaferi Wife Cheating_GUJARAT 01

Advertisement

Jaaved Jaaferi Wife Cheating: ઠગાઈની ઘટના અને પોલીસ કાર્યવાહી

મુંબઈ (Mumbai) શહેરમાં આર્થિક ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં હવે જાણીતા કલાકારના પરિવારને નિશાન બનાવવામાં આવ્યા છે. હબીબા જાફરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ હાઉસિંગ પ્રોજેક્ટમાં રોકાણના બહાને આશરે 17.5 કરોડ (Crore) રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ મામલાની ગંભીરતા જોઈને પોલીસે ટેકનિકલ દેખરેખ (Technical Surveillance) અને મજબૂત પુરાવાઓ (Evidence) એકત્ર કર્યા હતા. તપાસ દરમિયાન નિશિત પટેલનું નામ સામે આવતા પોલીસે તેને કસ્ટડીમાં (Custody) લીધો છે.

Advertisement

આ પણ વાંચો---- Main Vaapas Aaunga : Diljit Dosanjh ની નવી ફિલ્મ 12 જૂને સિનેમાઘરોમાં થશે રિલીઝ

Jaaved Jaaferi Wife Cheating: આરોપીનું મોડસ ઓપરેન્ડી અને દાવો

આરોપી નિશિત પટેલે પ્રોજેક્ટ્સમાં નફાકારક વળતર આપવાનું વચન (Promise) આપીને આ રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. ધરપકડ બાદ આરોપીએ ચોંકાવનારો દાવો (Claim) કર્યો છે કે તેણે એક અધિકારીના કહેવા પર આ નાણાકીય વ્યવહારો કર્યા હતા. જોકે, પોલીસ આ દાવાઓની સત્યતા તપાસવા માટે બેંક સ્ટેટમેન્ટ્સ (Bank Statements) અને અન્ય નાણાકીય દસ્તાવેજોની (Financial Documents) ઝીણવટભરી ચકાસણી કરી રહી છે. આ મામલે વધુ તપાસ માટે (Conspiracy) માટે પોલીસ મથામણ કરી રહી છે.

Jaaved Jaaferi Wife Cheating_GUJARAT 0

Jaaved Jaaferi Wife Cheating: કાનૂની પ્રક્રિયા અને તપાસનો ધમધમાટ

મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમ આ છેતરપિંડીના (Fraud) નેટવર્કને તોડવા માટે પ્રયત્નશીલ છે. આરોપીને કોર્ટમાં (Court) હાજર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી વધુ પૂછપરછ માટે રિમાન્ડ (Remand) મેળવી શકાય. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. બોલિવૂડ સેલિબ્રિટીઝના પરિવાર સાથે જોડાયેલ આ મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન (Talk of the town) બન્યો છે. પોલીસ ટૂંક સમયમાં વધુ ખુલાસા કરી શકે છે.

આ પણ વાંચો---- Shefali Jariwala ના નિધનનું શું છે સાચું કારણ? પતિએ પહેલીવાર રડતા-રડતા કેમેરા સામે ખોલ્યું રહસ્ય

 

Tags :
Advertisement

.

×