Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, કરોડો ભારતીયો થયા ગદગદિત

NEERAJ CHOPRA : નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેમના નામે ગોલ્ડ મેડલ છે
નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ  કરોડો ભારતીયો થયા ગદગદિત
Advertisement
  • નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં રચ્યો ઇતિહાસ
  • ભાલા ફેંકમાં 90 મીટરનું અંતર પાર કરનારા ત્રીજા ખેલાડી બન્યા
  • નીરજ ચોપડાની સિદ્ધીના કારણે ભારતવાસીઓ ગદગદિત થયા

NEERAJ CHOPRA : ભારતના ગોલ્ડ મેડાલિસ્ટ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા (NEERAJ CHOPRA) એ ડાયમંડ લીગ (DIAMOND LEAGUE) માં ઇતિહાસ રચ્યો છે. તેઓએ પોતાની કારકિર્દીમાં પહેલી વાર 90 મીટરનો થ્રો કર્યો છે. દોહા ડાયમંડ લીગમાં તેઓએ ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર ભાલો ફેંક્યો હતો. તેઓના પહેલા પ્રયાસમાં ૮૮.૪૪ મીટર ભાલા ફેંક્યા બાદ બીજા રાઉન્ડમાં ફાઉલ કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ પહેલી વાર મેદાનમાં ઉતર્યો છે.

ગયા વર્ષે લૌઝેનમાં પણ તે 90 ની નજીક આવ્યા હતા

ભારતના ખ્યાતનામ ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ તેમના નામે ગોલ્ડ મેડલ છે. તે બાદ તેઓની કારકિર્દીમાં 90 મીટર ભાલો ફેંકી શક્યા ન્હતા. આ પહેલા તેઓનું શ્રેષ્ઠ પ્રદર્શન ૮૯.૯૪ મીટર નોંધાયું હતું. નીરજે આ થ્રો 2022 માં સ્ટોકહોમમાં કર્યો હતો. ગયા વર્ષે લૌઝેનમાં પણ તે 90 ની નજીક આવ્યા હતા, પરંતુ ફક્ત 89.49 સુધી પહોંચી શક્યા હતા.

Advertisement

બે જ ખેલાડીઓ 90 મીટરથી વધુનો થ્રો કરી શક્યા છે

નીરજ ચોપરા ભાલા ફેંકમાં 90 મીટર કે તેથી વધુ ફેંકનાર 25માં ખેલાડી છે. ૯૮.૪૮ મીટરના સૌથી લાંબા ફેંકનો રેકોર્ડ જાન ઝેલેઝનીના નામે છે. નીરજ ચોપરા પહેલા એશિયન એથ્લેટ્સમાં ફક્ત બે જ ખેલાડીઓ 90 મીટરથી વધુનો થ્રો કરી શક્યા છે. પાકિસ્તાનના અરશદ નદીમ અને તાઇવાનના ચેંગ ચાઓ સુને પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. હવે આ યાદીમાં ભારતના નીરજ ચોપરાનું નામ ઉમેરાયું છે.

Advertisement

તેઓ બીજા ક્રમે રહ્યા હતા

નીરજ ચોપરાએ ઈજાગ્રસ્ત થયા પછી પણ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ત્યાં તેઓ બીજા ક્રમે રહ્યા હતા. અત્યાર સુધીમાં નીરજનો શ્રેષ્ઠ થ્રો ૮૯.૪૫ મીટર હતો. જે ગેમ ઇવેન્ટમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીત્યો હતો.

આ પણ વાંચો --- આજથી ફરી શરૂ થશે IPL 2025 ટુર્નામેન્ટ, બેંગલુરુમાં યોજાશે RCB-KKR વચ્ચે મેચ

Tags :
Advertisement

.

×