ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MS Dhoniના પ્રખર ફેન ભાવનગરના Jay Janiનું અકસ્માતમાં મોત

ભાવનગરમાં ક્રિકેટર એમ એસ ધોનીના ફેનનું અકસ્માતમાં મોત (Bhavnagar ) જય જાની નું ટ્રેક્ટર પલ્ટી જતા મોત નીપજ્યું હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુતપાસ હાથધરી IPL ની મેચ માં મેદાન માં એમ એસ ધોની ને મળ્યા હતા જય જાની...
09:46 PM Aug 12, 2025 IST | Hiren Dave
ભાવનગરમાં ક્રિકેટર એમ એસ ધોનીના ફેનનું અકસ્માતમાં મોત (Bhavnagar ) જય જાની નું ટ્રેક્ટર પલ્ટી જતા મોત નીપજ્યું હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુતપાસ હાથધરી IPL ની મેચ માં મેદાન માં એમ એસ ધોની ને મળ્યા હતા જય જાની...
MS DhoniFan

Bhavnagar : ભાવનગર (Bhavnagar)જિલ્લાના સિહોર તાલુકાના રબારીકા ગામના (Rabarika village)વતની અને ક્રિકેટર એમ.એસ. ધોનીના ફેન્સ (MS DhoniFan)જય જાનીનું ટ્રેક્ટર પલ્ટી જવાના કારણે થયેલા અકસ્માતમાં દુ:ખદ અવસાન થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે જય જાની પોતાનું ટ્રેક્ટર લઈને ખેતરે જઈ રહ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેક્ટર અસંતુલિત થવાના કારણે પલ્ટી જતા  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

પોલીસે અકસ્માત ગુનો વધુ તપાસ હાથ  ધરી (Bhavnagar )

સ્થાનિક પોલીસે આ ઘટનાને અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે,ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની શોધખોળ ચાલુ છે.

આ પણ  વાંચો -અમરેલી પોલીસની માનવતા: ફસાયેલા પરિવાર માટે અડધી રાત્રે દેવદૂત બનીને આવ્યા PI

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  ધોનીને મળ્યા હતા (Bhavnagar )

જય જાની ગત વર્ષે એક આઈપીએલ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સુરક્ષા ઘેરો તોડીને મેદાન પર દોડી ગયા હતા અને એમ.એસ. ધોનીને મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેના કારણે જય જાની ચર્ચામાં આવ્યા હતા. તેમની ધોની પ્રત્યેની ચાહના અને આ બહાદુરીભર્યા કૃત્યથી તેઓ ઘણા લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

આ પણ  વાંચો -Bhavnagar : રોટરી ક્લબ-ભાવનગર વાયબ્રન્ટ દ્વારા સર્વાઇકલ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો

પરિવારમાં અભ તૂટી પડ્યું

જય જાનીના આ અકાળ અવસાનથી રબારીકા ગામ અને એમ.એસ. ધોનીના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. ગામના લોકો અને તેમના પરિવારજનો આ અણધાર્યા આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક સમુદાયે તેમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે અને આ દુ:ખની ઘડીમાં તેમની સાથે ઊભા રહેવાની ભાવના દર્શાવી છે.

Tags :
AccidentBhavnagarcricketerGujrata Firstjay janiMS DhoniFanRabarika village
Next Article