ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jayant Sinha: જયંત સિન્હાએ જેપી નડ્ડાને લખી ચિઠ્ઠી; કહ્યું ‘ચૂંટણી જવાબદારીમાંથી મને મુક્ત...’

Jayant Sinha: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. અત્યારે ભાજપ ચૂંટણીને લઈને પૂર્વ તૈયારી પણ કરી રહ્યું છે. આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના સાંસદ જયંત સિન્હા લોકસભાની ચૂંટણી નહીં...
03:49 PM Mar 02, 2024 IST | VIMAL PRAJAPATI
Jayant Sinha: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. અત્યારે ભાજપ ચૂંટણીને લઈને પૂર્વ તૈયારી પણ કરી રહ્યું છે. આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના સાંસદ જયંત સિન્હા લોકસભાની ચૂંટણી નહીં...
Jayant Sinha wrote to JP Nadda

Jayant Sinha: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને માત્ર હવે થોડા જ દિવસો બાકી રહ્યાં છે. અત્યારે ભાજપ ચૂંટણીને લઈને પૂર્વ તૈયારી પણ કરી રહ્યું છે. આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાજપના સાંસદ જયંત સિન્હા લોકસભાની ચૂંટણી નહીં લડે તેવા સંકેતો આપ્યાં છે. જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જયંત સિન્હાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ચિઠ્ઠી લખીને ચૂંટણીની જવાબદારીઓમાંથી મુક્ત થવાની માંગ કરી છે. મળતી વિગતો પ્રમામે જયંત સિન્હાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને જેપી નડ્ડાની વિનંતી કરી છે.

ચૂંટણીની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની અપીલ કરી

જયંત સિન્હાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘હું પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને ચૂંટણીની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની અપીલ કરૂ છું, જેથી હું ભારત અને દુનિયામાં આબોહવા પરિવર્તનનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકું.જો કે, હું પાર્ટીના આર્થિક અને પ્રશાસનિક મુદ્દાઓ પર કામ કરતો રહીશે.’ વધુમાં જયંત સિન્હાએ લખ્યું કે, ‘હું ખુબ જ સૌભાગ્યશાળી છું કે છેલ્લા 10 વર્ષ સુધી ભારત અને હજારીબાગના લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે. મને ભાજપા નેતૃત્વ સાથે પીએમ મોદી અને અમિત શાહે અનેક જવાબદારીઓ અદા કરવાના અવસર આપ્યાં છે જેના માટે હું તેમનો ખુબ જ આભારી છું.’

ગૌતમ ગંભીર પણ રાજકારણમાંથી સન્યાસ લેશે

આ સાથે સાથે ગૌતમ ગંભીરે પણ રાજકારણમાંથી સન્યાસ લેવાની વાત કરી છે. ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, ‘મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું- મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર. જય હિન્દ.’

આ પણ વાંચો: GUJARAT FIRST EXCLUSIVE : CM ભૂપેન્‍દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ રામલલ્લાના દર્શન કર્યા, ભવ્ય રામમંદિરનાં નિર્માણકાર્યને નિહાળ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJP president jp naddaBJP. JP NaddaElection 2024Jayant SinhaJayant Sinha wrote to JP NaddaJP Nadda newsLockSabha Election 2024national newspolitical newsVimal Prajapati
Next Article