Jayraj Ahir : જયરાજ આહીરની મુશ્કેલીઓમાં વધારો! મહુવા કોર્ટથી મોટો ફટકો
- Jayraj Ahir ને કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલ હવાલે
- કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી ફગાવી દીધી
- સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન નામંજૂર
- બે વખતની પૂછપરછ બાદ SIT એ જયરાજને રજૂ કર્યા
- પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે
Bhavnagar : બહુચર્ચિત બગદાણા નવનીતભાઈ બાલધિયા (Navneet Baldhiya Case) કેસમાં મોટા સમાચાર આવ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની (Jayraj Ahir) ગઈકાલે SIT એ ધરપકડ કરી હતી. ત્યારે, આજે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી નામંજૂર કરી હોવાની માહિતી સામે આવી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે કરાયા છે. ગઈકાલે SIT એ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાં જયરાજ આહીરની સંડોવણીનાં પૂરાવા મળતા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -Surat: DyCM ની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહલગ્ન, 71 દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા!
Jayraj Ahir Mahuva Court appearance
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા આજે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
ગઈકાલે લાંબી પૂછપરછ બાદ જયરાજ આહીરની ધરપકડ કરાઈ
નવનીતભાઈ બાલધીયા પર હુમલા કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે#JayrajAhir #MahuvaCourt #SIT… pic.twitter.com/4Xjt8J4StK— Gujarat First (@GujaratFirst) January 25, 2026
ગઈકાલે એસઆઈટીએ Jayraj Ahir ની ધરપકડ કરી હતી
ભાવનગરના બગદાણામાં (Bagdana) સેવક નવનીતભાઈ બાલધીયાને માર મારવાના કેસમાં SIT ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે હેઠળ ગઈકાલે SIT દ્વારા જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને કેસમાં સંડોવણીનાં પૂરાવા મળતા જયરાજ આહીરની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SIT એ રાત્રે જયરાજ આહીરનું (Jayraj Ahir) મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું.
Jayraj Ahir bail rejected sent to jail
જયરાજ આહીરને કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલ હવાલે
કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી ફગાવી દીધી
સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન નામંજૂર#JayrajAhir #MahuvaCourt #BailRejected #Jail #Bagdana #Bhavnagar #SIT #Justice #GujaratFirst… pic.twitter.com/Jc4EjUC3WM— Gujarat First (@GujaratFirst) January 25, 2026
આજે મહુવા કોર્ટમાં રજૂ કરાયા, જામીન અરજી ફગાવાઈ
માહિતી અનુસાર, બે વખતની પૂછપરછ બાદ SIT દ્વારા આજે ચુસ્ત પોલીસ કાફલા સાથે જયરાજ આહિરને મહુવા કોર્ટમાં (Mahuva Court) રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જયરાજ આહીરની જામીન અરજી ફગાવી દીધી છે. સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી અને તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહીર જેલ હવાલે થયા છે. માહિતી અનુસાર, રેન્જ IG કચેરીથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મહુવા લવાયા હતા. જયરાજ આહીરની રજૂઆત સમયે કોર્ટમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જજ સમક્ષ હાજર કરાતા જ સીધો જેલ હવાલે કરવાનો હુકમ કરાયો. ચાલુ હિયરિંગ દરમિયાન જામીન માંગ્યા પણ કોર્ટે અરજી ફગાવી દીધી.
આ પણ વાંચો - Gujarat Congress નો ડખ્ખો હવે સામાજિક લડાઈ બન્યો: MLA Kirit Patel ની પડખે પાટીદારો! અમે ફુદા ઉડાડીશું તો...!


