અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સએ પત્ની ઉષાના ધર્મને લઇને કરી સ્પષ્ટતા,કહી આ મોટી વાત
- J.D. Vance ના ધર્મ અંગેના નિવેદન બાદ વિવાદ થતા આપી સ્પષ્ટતા
- જે.ડી. વાન્સએ તેમની પત્ની ઉષા ધર્મ પરિવર્તન પર આપ્યું હતું નિવેદન
- સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાતા આપવી પડી સ્પષ્ટતા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ( J.D. Vance ) એ તેમની પત્ની ઉષા વાન્સના ધર્મ પરિવર્તન વિશે નિવેદન (J.D. Vance Usha Vance Religion) આપતાં જ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદને પગલે વાન્સ ભારે ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ, શુક્રવારે તેમણે આ મામલે સ્પષ્ટતા જારી કરી છે અને હવે સ્પષ્ટ કર્યું છે કે તેમની પત્ની ઉષાનો ઈસાઈ ધર્મ અપનાવવાનો કોઈ ઈરાદો નથી.
J.D. Vance ના ધર્મ અંગેના નિવેદન બાદ વિવાદ થતા આપી સ્પષ્ટતા
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જે.ડી. વાન્સ દ્વારા આપવામાં આવેલું આ સ્પષ્ટીકરણ, બુધવારે મિસિસિપીમાં આયોજિત 'ટર્નિંગ પોઈન્ટ યુએસએ' કાર્યક્રમમાં તેમના મૂળ નિવેદનના બે દિવસ પછી આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન તેમને સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેમને આશા છે કે તેમની પત્ની એક દિવસ ખ્રિસ્તી ધર્મ અપનાવશે? આ પ્રશ્નના જવાબમાં જે.ડી. વાન્સએ એવી ભાવના વ્યક્ત કરી હતી કે તેમની હિન્દુ પત્ની ઉષા એક દિવસ ઈસાઈ ધર્મને અપનાવી લેશે. વાન્સે કહ્યું હતું કે, "ઉષા મોટાભાગના રવિવારે મારી સાથે ચર્ચમાં જાય છે... હા, હું ખરેખર ધર્મ પરિવર્તન ઈચ્છું છું, કારણ કે હું જે રીતે ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ કરું છું તેવી રીતે મારી પત્ની પણ એક દિવસ તેમ કરે." જોકે, તેમણે તરત જ ઉમેર્યું હતું કે જો તેમની પત્ની ધર્મ પરિવર્તન ન કરે તો પણ તેમને કોઈ સમસ્યા નથી, કારણ કે ભગવાને દરેક વ્યક્તિને સ્વતંત્ર રીતે રહેવાનો અને જીવવાનો અધિકાર આપ્યો છે.
J.D. Vance એ પત્ની ઉષા ધર્મ પરિવર્તન પર આપ્યું હતું નિવેદનથી સર્જાયો વિવાદ
વિવાદ વધતા જે.ડી. વાન્સે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને અંતિમ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે:"ઉષા ઈસાઈ નથી અને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો મારો કોઈ ઈરાદો પણ નથી. પરંતુ ઘણા લોકો આંતરધાર્મિક લગ્નોમાં હોય છે, તેવી જ રીતે મને આશા છે કે એક દિવસ તે વસ્તુઓને મારી રીતે જોશે. ગમે તે હોય, હું તેને પ્રેમ કરતો રહીશ, તેનું સમર્થન કરતો રહીશ અને વિશ્વાસ, જીવન તથા બાકીની તમામ બાબતો પર વાતચીત કરતો રહીશ, કારણ કે તે મારી પત્ની છે."બુધવારના પોતાના નિવેદનનો બચાવ કરતા જે.ડી. વાન્સે કહ્યું કે એક જાહેર વ્યક્તિ તરીકે, લોકો સ્વાભાવિક રીતે જ ધર્મ અને અંગત જીવન વિશે જિજ્ઞાસા ધરાવતા હોય છે. તેમણે કહ્યું, "હું એક પબ્લિક ફિગર છું. લોકો ખૂબ જ જિજ્ઞાસા ધરાવતા હોય છે, અને હું આ પ્રશ્ન ટાળવા માંગતો નહોતો."
આ પણ વાંચો: ભારતે UNમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, કહ્યું-Pokમાં પાકિસ્તાન અત્યાચાર કરવાનું બંધ કરે