ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહારમાં ચૂંટણી પહેલા JDU એ ધારાસભ્ય ગોપાલ મંડલ સહિત 16 બગાવતી નેતાઓને કર્યા સસ્પેન્ડ

બિહાર ચૂંટણી 2025 પહેલા JDU માં મોટો આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ધારાસભ્ય ગોપાલ મંડલ અને ભૂતપૂર્વ મંત્રીઓ સહિત કુલ 16 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવાર બનેલા ગોપાલ મંડલે નીતિશ કુમારને ગેરમાર્ગે દોરવાનો ભાવુક આરોપ લગાવ્યો, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે.
07:28 PM Oct 26, 2025 IST | Mustak Malek
બિહાર ચૂંટણી 2025 પહેલા JDU માં મોટો આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ધારાસભ્ય ગોપાલ મંડલ અને ભૂતપૂર્વ મંત્રીઓ સહિત કુલ 16 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ટિકિટ ન મળતાં અપક્ષ ઉમેદવાર બનેલા ગોપાલ મંડલે નીતિશ કુમારને ગેરમાર્ગે દોરવાનો ભાવુક આરોપ લગાવ્યો, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે.
JDU Leaders Expelled:

જનતા દળ (યુનાઇટેડ) ( JDU )એ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની પાર્ટીએ શનિવારે 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા, અને આજે રવિવારે   પાર્ટીએ ગોપાલ મંડલ સહિત વધુ પાંચ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરીને કુલ 16  નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા  છે. પાર્ટીનું કહેવું છે કે ચૂંટણીમાં અનુશાસનહીનતા અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં.

JDU Leaders Expelled:   બિહારમાં ચૂંટણી પહેલા JDU કરી મોટી કાર્યવાહી

JDU ના રાજ્ય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી ચંદન કુમાર સિંહે આ હકાલપટ્ટી પત્રો જારી કર્યા હતા. શનિવારે કાર્યવાહી કરાયેલા અગ્રણી નેતાઓમાં મુંગેર-જમાલપુરના ભૂતપૂર્વ મંત્રી શૈલેષ કુમાર, જમુઈ-ચકાઈ વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ સભ્ય સંજય પ્રસાદ, સિવાન-બરહરિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ, ભોજપુર-બરહરાના ભૂતપૂર્વ ધારાસભ્ય રણવિજય સિંહ અને શેખપુરા-બરબીઘાના ભૂતપૂર્વ ધારાસભ્ય સુદર્શન કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમર કુમાર સિંહ, ડૉ. અસ્મા પરવીન, લવ કુમાર, આશા સુમન, દિવ્યાંશુ ભારદ્વાજ અને વિવેક શુક્લાને પણ દૂર કરાયા હતા.

JDU Leaders Expelled:   JDU પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 16 નેતાઓને સસ્પેન્ડ કર્યા

રવિવારે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા મુખ્ય નેતાઓમાં ભાગલપુરની ગોપાલપુર વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહેલા ગોપાલ મંડલનો સમાવેશ થાય છે. ગોપાલ મંડલને આ વખતે પાર્ટીએ ટિકિટ નકારતા તેઓ નારાજ હતા અને અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પ્રદેશ મહાસચિવ ચંદન કુમાર સિંહે પત્રમાં ગોપાલ મંડલ પર સંગઠન વિરોધી પ્રવૃત્તિઓ અને પાર્ટીની વિચારધારા વિરુદ્ધ કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો. પત્રમાં કહેવાયું હતું કે વારંવાર ચેતવણી આપવા છતાં, તેમણે પાર્ટીના શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું, જેથી તેમને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા.

ઉલ્લેખનીય છે કે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા પછી, ગોપાલ મંડલે એક જાહેર સભાને સંબોધતી વખતે ભાવુક થઈને રડી પડ્યા હતા. તેમણે પોતાના સમર્થકોને ભાવનાત્મક અપીલ કરતાં કહ્યું હતું, "આ કરો યા મરોનો જંગ છે. નીતીશ કુમારને ગેરમાર્ગે દોરીને મારી ટિકિટ રદ કરવામાં આવી હતી. જો મેં ભૂલ કરી હોય, તો કૃપા કરીને મને માફ કરો અને મને મત આપો. મેં ક્યારેય કંઈ ખોટું કર્યું નથી, અને હું ક્યારેય કરીશ નહીં."

આ પણ વાંચો:  PM મોદીનું આસિયાન સમિટમાં વર્ચ્યુઅલ સંબોધન, 'આસિયાન ભારતની 'એક્ટ ઇસ્ટ પોલિસી'નો મહત્વપૂર્ણ ભાગ'

Tags :
Bihar ElectionBihar politicsExpulsionGopal MandalJDUnitish kumarParty Actionpolitical newsShailesh Kumar
Next Article