ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

JDUએ ઉમેદવારીની યાદી જાહેર કરતા પહેલા ઉમેદવારોને આપ્યા મેન્ડેટ! નીતિશ કુમારના નિવાસ્થાને બેઠક

બિહાર ચૂંટણીમાં NDAની સીટ-શેરિંગ બાદ JDU એ ઉમેદવારોને પ્રતીકો આપવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને અનંત સિંહ સહિતના નેતાઓને પ્રતીક ફાળવાયા છે, જે દર્શાવે છે કે પાર્ટીએ આંતરિક રીતે ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે.
08:34 PM Oct 13, 2025 IST | Mustak Malek
બિહાર ચૂંટણીમાં NDAની સીટ-શેરિંગ બાદ JDU એ ઉમેદવારોને પ્રતીકો આપવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને અનંત સિંહ સહિતના નેતાઓને પ્રતીક ફાળવાયા છે, જે દર્શાવે છે કે પાર્ટીએ આંતરિક રીતે ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. આ ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે.
Bihar Elections.........

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં બેઠકોની વહેંચણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે જનતા દળ યુનાઇટેડ (JDU) એ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU એ હવે તેના સંભવિત ઉમેદવારોને પક્ષને મેન્ડેટ ફાળવવામાં આવી રહ્યું છે.

Bihar Elections: મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને  મહત્વની બેઠક

મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને આ પ્રક્રિયા ચાલી રહી છે. સંભવિત ઉમેદવારોને નિયમિતપણે બોલાવવામાં આવી રહ્યા છે અને તેમને વ્યક્તિગત રીતે પાર્ટી પ્રતીકો સોંપવામાં આવી રહ્યા છે. આ બેઠક દરમિયાન JDU ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંહ અને મંત્રી સંજય ઝા પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા. JDU એ હજી સુધી સત્તાવાર રીતે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, પરંતુ પ્રતીકોનું વિતરણ સૂચવે છે કે પાર્ટીએ આંતરિક રીતે ઉમેદવારોની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લઈ લીધો છે.જે મુખ્ય નેતાઓને અત્યાર સુધી JDU પ્રતીક આપવામાં આવ્યું છે તેમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહા, મંત્રી સુનીલ કુમાર, જમાલપુરના સંભવિત ઉમેદવાર શૈલેષ કુમાર, ભૂતપૂર્વ મંત્રી દામોદર રાવત, અને મંત્રી રત્નેશ સદા નો સમાવેશ થાય છે.

Bihar Elections: ઉમેદવારની યાદી જાહેર કરે તે પહેલા ઉમેદવારોને મેન્ડેટ

સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠકો પૈકીની એક મોકામા વિધાનસભા બેઠક માટે અનંત સિંહને પણ JDU પ્રતીક ફાળવવામાં આવ્યું છે. જોકે, અનંત સિંહે પોતે હાજર રહેવાને બદલે તેમના પ્રતિનિધિ મારફત પ્રતીક સ્વીકાર્યું હતું. પાર્ટીના આંતરિક સૂત્રો માને છે કે આગામી 24 કલાકમાં વધુ ઉમેદવારોને પ્રતીકો સોંપવામાં આવી શકે છે.

નોંધનીય છે કે NDA એ રવિવારે બિહાર ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની જાહેરાત કરી હતી. આ સમજૂતી મુજબ, ભાજપ અને JDU બંને 101-101 બેઠકો પર ચૂંટણી લડશે. ગઠબંધનના અન્ય પક્ષોમાં ચિરાગ પાસવાનની LJP (R) 29 બેઠકો પર, જ્યારે જીતનરામ માંઝીની HAM (S) અને ઉપેન્દ્ર કુશવાહાની RLM છ-છ બેઠકો પર ચૂંટણી લડશે.આ પહેલીવાર છે જ્યારે 2005 પછી JDU અને BJP સમાન સંખ્યામાં બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જે ગઠબંધનમાં આવેલા મોટા રાજકીય ફેરફારનો સંકેત આપે છે. અગાઉના ગઠબંધન યુગમાં JDU હંમેશા ભાજપ કરતાં વધુ બેઠકો પર ચૂંટણી લડતું હતું.

આ પણ વાંચો:   બિહાર ચૂંટણી: પ્રશાંત કિશોરની જનસુરાજે 65 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Tags :
anant singhBihar Assemblybihar electionsBJP-JDU allianceCANDIDATE LISTElection StrategyGujarat FirstJDU CandidatesLalan SinghLJP (R)Mokama Seatnda seat sharingnitish kumarPolitical News Bihar
Next Article