ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jharkhand Election Result: શું તૂટશે 24 વર્ષની પરંપરા? હેમંત સોરેન શરૂઆતી ટ્રેન્ડમાં આગળ

ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો ઝારખંડમાં અત્યાર સુધી બીજેપી આગળ હતું જેએમએમની બેઠકો આગળ વધી રહી છે ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. સત્તારૂઢ જેએમએમ ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે એનડીએનું કહેવું છે કે તેની સરકાર બનશે. જો...
10:52 AM Nov 23, 2024 IST | Hiren Dave
ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો ઝારખંડમાં અત્યાર સુધી બીજેપી આગળ હતું જેએમએમની બેઠકો આગળ વધી રહી છે ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. સત્તારૂઢ જેએમએમ ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે એનડીએનું કહેવું છે કે તેની સરકાર બનશે. જો...
Jharkhand Election Result

ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. સત્તારૂઢ જેએમએમ ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે એનડીએનું કહેવું છે કે તેની સરકાર બનશે. જો JMM ફરીથી જીતશે તો તે સત્તામાં પરત ફરશે. જો કે તમામની નજર આજના પરિણામો પર છે. કોણ બનશે ઝારખંડના સીએમ? ત્યારે હાલના રૂઝાનોની વાત કરીએ તો ઝારખંડમાં અત્યાર સુધી બીજેપી આગળ હતું પરંતુ હવે જેએમએમની બેઠકો આગળ વધી રહી છે. હાલની સ્થિતિ સવારે 10.27 કલાકની સ્થિતિએ બીજેપી 28 કોંગ્રેસ 50 અને અન્ય 3 બેઠક પર આગળ છે.

 

જાણો  શું  સ્થિતિ

ઝારખંડમાં મળતા શરૂઆતી વલણો અનુસાર કોંગ્રેસ-જેએમએમ ગઠબંધનને બહુમતી મળી છે. કોંગ્રેસ-જેએમએમ 46 સીટો પર આગળ છે જ્યારે એનડીએ 32 સીટો પર આગળ છે.

આ પણ  વાંચો -Assembly Election:ચૂંટણીના પરિણામે વચ્ચે Bjp હેડક્વાર્ટરમાં જલેબની તૈયારીઓ

ઝારખંડમાં 24 વર્ષ જૂની પરંપરા તૂટશે ?

ઝારખંડમાં 24 વર્ષ જૂની પરંપરા તૂટી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. હેમંત સોરેન (Hemant Soren))ટ્રેન્ડમાં વાપસી કરી રહ્યા છે. હકીકતમાં ઝારખંડના 24 વર્ષના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હોય. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે જેએમએમની સરકાર બની શકે.

આ પણ  વાંચો -Priyanka Gandhi ની વાયનાડ સીટ પર જીત, 24 હજારની લીડ સાથે જીતની નજીક

મોટો ઉલટફેર

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સવારથી મતગણતરી ચાલી રહી છે અને ચૂંટણી પંચે પણ ટ્રેન્ડ અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે અત્યાર સુધી જોવા મળી રહેલા ટ્રેન્ડ મુજબ ઝારખંડના પ્રારંભિક વલણોમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી હતી. એનડીએને 45 અને ઈન્ડિયા એલાયન્સને 33 સીટો મળી રહી હતી. જો કે હવે આંકડામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. .

Tags :
Jharkhand Chunav Result 2024Jharkhand Election Result 2024jharkhand newsjharkhand vidhan sabha election 2024Jharkhand Vidhan Sabha Result 2024ranchi--election
Next Article