ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jharkhand Election Results: ઝારખંડમાં ભાજપ ફરી એકવાર પરત મેળવશે સિંહાસન?

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું આજે સ્પષ્ટ થશે ચિત્ર ઝારખંડની 81 બેઠકોના બાજીગર કોણ તે થશે સ્પષ્ટ! 81 બેઠક પર 128 મહિલા સહિત કુલ 1211 ઉમેદવાર 1211 ઉમેદવારોનું ભાવિ EVMમાંથી આવશે સામે! ઝારખંડમાં એગ્ઝિટ પોલે દર્શાવ્યું છે રસાકસીભર્યું ચિત્ર Jharkhand Election...
07:55 AM Nov 23, 2024 IST | Hiren Dave
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું આજે સ્પષ્ટ થશે ચિત્ર ઝારખંડની 81 બેઠકોના બાજીગર કોણ તે થશે સ્પષ્ટ! 81 બેઠક પર 128 મહિલા સહિત કુલ 1211 ઉમેદવાર 1211 ઉમેદવારોનું ભાવિ EVMમાંથી આવશે સામે! ઝારખંડમાં એગ્ઝિટ પોલે દર્શાવ્યું છે રસાકસીભર્યું ચિત્ર Jharkhand Election...
Jharkhand Election Results

Jharkhand Election Results 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ (Jharkhand Election Resul)આજે જાહેર થવા જઈ રહ્યા છે. બંને રાજ્યોમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. લોકસભા બાદ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પછી હવે આ બે રાજ્યો પર તમામની મીટ મંડાઈ છે. સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણવામાં આવશે. ત્યારબાદ EVMના મતોની ગણતરી થશે.

 

મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા ચૂંટણી પંચના અધિકારીઓ

ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે વહેલી સવારે ચૂંટણી પંચના અધિકારીઓ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રોટોકોલ પ્રમાણે તમામ જરૂરી તપાસ બાદ અધિકારીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

 

ભાજપ નેતાને જીતનો વિશ્વાસ

રાંચીમાં ભાજપ નેતા પ્રતુલ શાહ દેવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, 'આ સવાર ઝારખંડ માટે એક નવું આશાનું કિરણ લઈને આવી છે. કાર્યકરો અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને NDA સૌથી વધુ બેઠકો જીતીને નવી સરકાર બનાવશે.

આ પણ  વાંચો -Maharashtra Election Result :મહાયુતિ Vs મહાવિકાસ અઘાડી: કોણી બનશે સરકાર?

સવારે 8 વાગ્યાથી મતગણતરી

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ત્યારે તમામ બેઠકોની મતગણતરી શરૂ કરવામાં આવી રહી છે.

ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે જંગ

ઝારખંડમાં કુલ 81 વિધાસભા બેઠક છે. ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ અને બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થયું હતું, પહેલા તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું. ઝારખંડમાં NDA (ભાજપ-SJSU) અને ઈન્ડિયા બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે મુકાબલો છે.

આ પણ  વાંચો -Live Updates: મહારાષ્ટ્ર અને ઝારખંડનો કિંગ કોણ..? વાંચો પળેપળની માહિતી

ઝારખંડમાં 68 ટકા જેટલું થયું હતું મતદાન

ઝારખંડમા 68.45 ટકા મતદાન બાદ પરિણામો અંગે અટકળો ચલાવાઈ રહી છે. ઝારખંડમાં ભાજપે સત્તા મેળવવા માટે ઘણા વાયદા કર્યા છે, ત્યારે અહીં ભાજપને સત્તા આંચકવાના પ્રયાસમાં સફળતા મળે છે કે કેમ તે વિશે અટકળો છે. જ્યારે મુખ્યમંત્રી હેમંત સોરેનના વડપણ હેઠળ JMMની આગેવાની હેઠળનું ગઠબંધન NDA સામે ગુમાવેલી બાજી જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જો કે એક્ઝિટ પોલમાં પરિવર્તનની સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન શાસક પક્ષને હટાવી શકે છે.

 

2019 વિધાનસભા ચૂંટણી પરિણામો

2019ની વિધાનસભા ચૂંટણીમાં JMMના દીપક બિરુઆએ જીત મેળવી હતી. તેમને આ ચૂંટણીમાં 69,485 વોટ મળ્યા હતા. તેમની સ્પર્ધા ભાજપના જે. બી. તુબીડના હતા. કેજે. બી. તુબિધને 43,326 વોટ મળ્યા, જ્યારે JVM(P)ના ચંદમણી બાલામુચુ 6,808 વોટ સાથે ત્રીજા ક્રમે રહ્યા. 2014ના વિધાનસભા પરિણામોમાં, JMMના દીપક બિરુઆએ 68,801 મતોની જંગી જીત સાથે જીત મેળવી હતી. જ્યારે તેમના હરીફ ભાજપના જ્યોતિ ભ્રમર તુબીડને 34,086 મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર જોન મીરાન મુંડા (10,983 મત) ત્રીજા સ્થાને અને કોંગ્રેસના અશોક સુંડી (8,203 મત) ચોથા સ્થાને હતા.

Tags :
Live Chaibasa Vidhan Sabha Seat Result
Next Article