Jharkhand : ગાયબ હેમંત સોરેન 31 કલાક પછી જોવા મળ્યા, ધારાસભ્યોની બેઠકમાં પત્નીનેનો પણ કર્યો સમાવેશ...
ઝારખંડ (Jharkhand)ના CM હેમંત સોરેન લગભગ 31 કલાક પછી જોવા મળ્યા છે. તેમણે રાંચીના CM આવાસ પર રાજ્યના મંત્રીઓ અને શાસક પક્ષના ધારાસભ્યોની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી. ED ની ટીમ કથિત જમીન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રીનું નિવેદન રેકોર્ડ કરવા માટે શોધી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અડધી રાત્રે રાંચીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઝારખંડ (Jharkhand)માં ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના શાસક ગઠબંધનના તમામ ધારાસભ્યોને રાજ્યની રાજધાની ન છોડવા અને રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
JMM નેતાઓએ શું કહ્યું?
ઝારખંડ (Jharkhand)ના CM હેમંત સોરેન પર જેએમએમના નેતા મનોજ પાંડેએ કહ્યું, 'આ બધી વ્યૂહરચના છે જેનો ખુલાસો કરી શકાતો નથી. અમે સરમુખત્યારશાહી સામે લડવા માટે નક્કર વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છીએ. મહેરબાની કરી રાહ જુવો. શું તેઓએ (ભાજપ) ક્યારેય બ્રિજભૂષણ સિંહના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી?
CM 31 જાન્યુઆરીએ તેમનું નિવેદન નોંધશે
આ પહેલા મંગળવારે CM સોરેને EDને પત્ર લખીને કહ્યું હતું કે, 'તે 31 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાને એજન્સી સમક્ષ તેમનું નિવેદન નોંધવા માટે તૈયાર છે.' તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે 31 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં તેમની હાજરી માટે એજન્સીનો આગ્રહ "દૂષિત" છે અને રાજ્ય સરકારની કામગીરીમાં વિક્ષેપ પાડવા અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિને તેની સત્તાવાર ફરજો નિભાવતા અટકાવવા માટે "રાજકીય કવાયત" છે.
ED CM ને શોધી રહી છે
ED ના અધિકારીઓ CM સોરેનને તેમના દિલ્હીના નિવાસસ્થાન, ઝારખંડ (Jharkhand) ભવન અને અન્ય કેટલાક સ્થળોએ શોધવા ગયા હતા, પરંતુ તે તેમાંથી એક પણ જગ્યાએ મળ્યા ન હતા. EDએ તેના ઘરેથી રોકડ અને કાર જપ્ત કરી છે.
આ પણ વાંચો : AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો, ચંદીગઢ મેયર ચૂંટણીમાં BJP ની જીત, જાણો કોને મળ્યા કેટલા મત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ