Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: બ્રિટનમાં પત્નીને શાકભાજીની જેમ કાપી નાખનાર હત્યારાને સુરત લવાયો

બ્રિટનથી આરોપીને ટ્રાન્સફર કરવાની પહેલી ઘટના ગુજરાતમાં બની છે. મુળ સુરતનો વતની અને બ્રિટનમાં પોતાની મંગેતરની ચાકુના આડેધડ ઘા ઝીંક્યા હતા.
gujarat  બ્રિટનમાં પત્નીને શાકભાજીની જેમ કાપી નાખનાર હત્યારાને સુરત લવાયો
Advertisement
  • લંડનના જજ પણ હત્યારાની ક્રૂરતા જોઇ ધ્રુજી ગયા હતા
  • પત્નીને ચાકુના અસંખ્ય ઘા મારીને લંડનમાં હત્યા કરી હતી
  • લંડનના જજે પણ ક્રૂર કિસ્સો ગણીને 24 વર્ષની સજા ફટકારી હતી

Surat News : બ્રિટનથી આરોપીને ટ્રાન્સફર કરવાની પહેલી ઘટના ગુજરાતમાં બની છે. મુળ સુરતનો વતની અને બ્રિટનમાં પોતાની મંગેતરની ચાકુના આડેધડ ઘા ઝીંકીને તેની હત્યા કરનારા આરોપીને યુકે પોલીસ દ્વારા ભારત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. યુકે સરકાર સાથે ભારતની સંધિ અનુસાર આરોપીને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સતત બીજા દિવસે બસનો અકસ્માત, મોરબી નજીક ખાનગી બસે પલટી મારી, 9 મુસાફરો ઇજાગ્રસ્ત

Advertisement

જીગુ સોરઠીયાએ પોતાની મંગેતરની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જીગુ કુમાર સોરઠી નામનો યુવાન બ્રિટનમાં રહેતો હતો. જ્યાં તેની સગાઇ જે યુવતી સાથે થઇ હતી તે 21 વર્ષીય ભાવિની પણ તેની સાથે રહેતી હતી. જો કે કોઇ મામલે બોલાચાલી થયા બાદ જીગુએ 2020 માં પોતાની મંગેતરની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યા એટલી ઘાતકી હતી કે, કોર્ટના જજ પણ દ્રવી ઉઠ્યા હતા. યુકેની લેસ્ટર કોર્ટ દ્વારા આ હત્યાને અત્યંત ક્રૂર ગણીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Advertisement

બ્રિટન સાથેની સંધિ અનુસાર કેદીને ટ્રાન્સફર કરાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, યુકેમાં આજીવન સજા એટલે 28 વર્ષ ગણવામાં આવે છે. પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર આરોપી જીગુને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા માટેની માંગ કરી હતી. જે મામલે બંન્ને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. આખરે આરોપી જીગુને ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ ભારત ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી ધમકી, કહ્યું- હવે થશે Tit for Tat

બ્રિટિશ અધિકારીઓ કેદીને લઇને પહોંચ્યા

બ્રિટિશ એક્સપર્ટ કેદીને પોતાની સાથે રાખીને યુકેથી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી આરોપીને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે ગુજરાત પોલીસે કેદીનું હેન્ડઓવર કર્યું હતું. આ સમગ્ર આપલેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. હવે કેદી પોતાની 4 વર્ષની સજા બાદ કરતા અન્ય 24 વર્ષની સજા સુરતની લાજપોર જેલમાં ભોગવશે.

આ પણ વાંચો : Oscar 2025 ની રેસમાંથી 'Laapataa Ladies' બહાર, ભારતીય ચાહકો નિરાશ

Tags :
Advertisement

.

×