Mukesh Ambani ની Jio ઇતિહાસ રચશે, સૌથી મોટો IPO લાવવાની તૈયારી
- Jio અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ લાવી શકે છે
- વર્ષ 2026ના શરૂઆતના મહિનાઓમાં આ આઈપીઓ આવી શકે છે
- કંપનીના આઇપીઓના વેલ્યુએશનને લઇને અત્યારથી જ અટકળો તેજ બની
Jio To Launch Biggest IPO : મુકેશ અંબાણી (Mukesh Ambani) ની ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું (Jio Platforms Limited) મૂલ્ય $ 170 બિલિયન હોવાનો અંદાજ છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સનું માનવું છે કે, કંપનીનું સંભવિત મૂલ્યાંકન તેને ભારતની ટોચની બે કે ત્રણ સૌથી મોટી કંપનીઓમાં સ્થાન આપી શકે છે. આ મૂલ્યાંકન ભારતી એરટેલ જેવી કંપનીઓ કરતાં પણ વધારે છે. એરટેલનું વર્તમાન મૂલ્યાંકન લગભગ રૂ 12.7 લાખ કરોડ ($143 બિલિયન) છે. જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનો IPO (Jio To Launch Biggest IPO), વર્ષ 2006 પછી કોઈ મોટી રિલાયન્સ એન્ટિટી દ્વારા પ્રથમ જાહેર ઓફર હશે. આ સંભવિત આઇપીઓને લઇને આજથી જ માહિતી બજાર ગરમ થયું છે.
જિયોનું પ્રસ્તાવિત મૂલ્યાંકન
બ્લૂમબર્ગના મતે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે જિયો માટે $ 130 બિલિયનથી $ 170 બિલિયનનું મૂલ્યાંકન પ્રસ્તાવિત કર્યું છે. હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે, અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અગાઉ, ICICI સિક્યોરિટીઝે સપ્ટેમ્બરમાં જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડનું ઇક્વિટી મૂલ્ય $ 148 બિલિયન સુધી અપગ્રેડ કર્યું હતું.
Jioનું લિસ્ટિંગ 2026 ના શરૂઆતના મહિનાઓમાં થઇ શકે
ઓગસ્ટમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jioનું લિસ્ટિંગ 2026 ના પહેલા ભાગમાં થઈ શકે છે. અંબાણી 2019 થી જિયોના સંભવિત IPO વિશે વાત કરી રહ્યા છે. મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક) અને આલ્ફાબેટ (ગુગલ) જેવી કંપનીઓએ 2020 માં Jio માં $ 10 બિલિયનથી વધુનું રોકાણ કર્યું હતું. સપ્ટેમ્બરના અંત સુધીમાં Jio ના આશરે 506 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા અને વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) ₹ 211.4 હતી. જો કે, આ બાબતે રિલાયન્સ અથવા તો જિયો તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
ખાસ નોંધ - ઉપરોક્ત માહિતી રીડર્સ માટે સંકલિત કરવામાં આવી છે. Gujarat First તેની સત્યતાને લઇને કોઇ પણ ખરાઇ કરતું નથી.
આ પણ વાંચો ----- અમેરિકામાં હાહાકાર! નોકરી છટણીનો 22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો,ઓક્ટોબરમાં 1.53 લાખ લોકોએ નોકરી ગુમાવી!


