ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

JITO ના સભ્યોએ બલ્ક ડીલથી 186 લક્ઝરી કારની ખરીદી : 149 કરોડમાં કરી ખરીદી, 21 કરોડનું મેળવ્યું ડિસ્કાઉન્ટ

ગુજરાતના એક JITO ગ્રુપે એક સાથે 186 લક્ઝરી કારો ખરીદીને લોકોને ચોંકાવી દીધા છે. આ ગ્રુપે એક સાથે 149 કરોડ રૂપિયાની ખરીદી કરી છે, આ બ્લકમાં કરવામાં આવેલી ખરીદીના કારણે તેમણે 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે.
04:14 PM Oct 19, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતના એક JITO ગ્રુપે એક સાથે 186 લક્ઝરી કારો ખરીદીને લોકોને ચોંકાવી દીધા છે. આ ગ્રુપે એક સાથે 149 કરોડ રૂપિયાની ખરીદી કરી છે, આ બ્લકમાં કરવામાં આવેલી ખરીદીના કારણે તેમણે 21 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે.

અમદાવાદ : જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ( JITO )ના સભ્યોએ સામૂહિક ખરીદીની રણનીતિ અપનાવીને 186 લક્ઝરી કારોની ખરીદી કરી છે, જેની કુલ કિંમત 149.54 કરોડ રૂપિયા છે. આ વિશાળ ડીલમાં તેઓએ 21.22 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે, જે કોમ્યુનિટી બાયિંગ અને બલ્ક ડીલનું પરિણામ છે. BMW, મર્સિડીઝ, ઓડી, જેવી 15 મુખ્ય બ્રાન્ડ્સ સાથેના સહયોગથી આ સફળતા મળી છે, જેમાં ખાસ કરીને અમદાવાદથી મોટી સંખ્યામાં ખરીદદારો સામેલ છે. આ પગલું JITOના 65,000 સભ્યોની ખરીદી શક્તિને ઉજાગર કરે છે અને તેને પ્રેરણાદાયી બનાવે છે.

આ ખરીદી જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન થઈ જેમાં દરેક કારની કિંમત 60 લાખથી 1.34 કરોડ રૂપિયા વચ્ચે છે. JITOએ 'ઉત્સવ' નામના 90 દિવસના પોઇન્ટ્સ-આધારિત કેમ્પેઇન દ્વારા આ પહેલ ચલાવી છે. જેમાં સભ્યોએ સામૂહિક રીતે ડીલર્સ સાથે વાટોઘાટો કરવામાં આવ્યો હતો. આ રીતે બ્રાન્ડ્સને વધુ વોલ્યુમની ખાતરી મળી અને માર્કેટિંગ ખર્ચ ઘટ્યો જેના બદલામાં સભ્યોને ભારે ડિસ્કાઉન્ટ મળ્યું છે. JITOના વાઇસ-ચેરમેન હિમાંશુ શાહે કહ્યું, "કોમ્યુનિટી બાયિંગ આપણને વધુ મજબૂત વાટાઘાટ કરવાની શક્તિ આપે છે, જેનાથી સભ્યોને મોટી બચત થાય છે."

આ પણ વાંચો- Geniben Thakor Swarupji Thakor ના સ્વાગત સમારોહમાં હાજર રહેતા ગરમાયું રાજકારણ

આ કારોની ડિલિવરી હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઈ, કોલકત્તા, દિલ્હી, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય શહેરોમાંથી લેવામાં આવી છે. અમદાવાદમાં જ 22 કારોની ખરીદી થઈ, જે ગુજરાતી જૈન સમુદાયની આર્થિક શક્તિને દર્શાવે છે. આ પહેલના આયોજક નીતિન જૈને જણાવ્યું કે, "જૈન સમુદાયની ખરીદી શક્તિને કારણે આવી વિચિત્ર ડીલ શક્ય બની, અને આગળ વધુ સભ્યો તરફેણે આ મોડલ અપનાવવામાં આવશે."


આ બલ્ક ડીલથી JITO સભ્યોને મોટો ફાયદો થયો છે, જેમાં 21.22 કરોડની બચત થઈ છે, એટલે કે દરેક કાર પર સરેરાશ 11.4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ. આ ઉપરાંત, આ સફળતા પછી JITOએ કોમ્યુનિટી બાયિંગ માટે અલગ વિભાગ બનાવ્યો છે, જેને 'ઉત્સવ' કાર્યક્રમ હેઠળ વિસ્તારી રહ્યા છે. આ કાર્યક્રમ હવે ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ, જ્વેલરી અને અન્ય ક્ષેત્રોમાં પણ અમલમાં આવશે, જેથી સભ્યોને વધુ બચત મળે. આ મોડલ અન્ય સમુદાયો માટે પણ પ્રેરણાસ્પદ છે, જેમ કે ભરવાડ સમુદાયે JCB મશીનોની ખરીદીમાં 4 કરોડની બચત કરી છે.

આ પણ વાંચો- ભારતમાં દિવાળીની ખરીદીની ધૂમ મચી, નેપાળનું GDP અને પાકિસ્તાનનું રક્ષા બજેટ પાછળ છૂટ્યા

Tags :
#AhmedabadBusiness#BMWAudiMercedes#BulkDiscount#CommunityBuying#JITODeal#LuxuryCarPurchase#UtsavCampaignJaincommunity
Next Article