Jnanpith Award : ગીતકાર ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને મોટું સન્માન, મળશે 2023 નો જ્ઞાનપીઠ પુરસ્કાર
જ્ઞાનપીઠ પુરસ્કાર (Jnanpith Award) માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ શનિવારે જાહેરાત કરી હતી કે આ બંનેને 58 મા જ્ઞાનપીઠ પુરસ્કાર (Jnanpith Award)થી સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, ગુલઝાર પહેલાથી જ હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દૂ કવિઓમાં પણ ગણવામાં આવે છે. આ પહેલા તેમને 2002 માં ઉર્દૂ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2013 માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, 2004 માં પદ્મ ભૂષણ અને ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળી ચૂક્યા છે.
પોતાના ખાસ સર્જનથી ફિલ્મોમાં ઓળખ બનાવી
ગુલઝારનું સાચું નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1934ના રોજ અવિભાજિત ભારતના જેલમ જિલ્લાના દેના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ માખન સિંહ હતું જેઓ નાનો વેપાર કરતા હતા. તેમની માતાના મૃત્યુ પછી, તે મોટાભાગનો સમય તેના પિતા સાથે રહેતા હતા. જો કે, તેમને અભ્યાસમાં વધુ રસ નહોતો અને તે 12 માની પરીક્ષામાં પણ નાપાસ થયા હતા. પરંતુ સાહિત્યમાં તેમનો રસ જળવાઈ રહ્યો. રવીન્દ્રનાથ ટાગોર અને શરતચંદ તેમના પ્રિય સાહિત્યકારો હતા.
22 ભાષાઓ, 100 થી વધુ પુસ્તકોનું જ્ઞાન
રામભદ્રાચાર્ય, ચિત્રકૂટમાં તુલસી પીઠના સ્થાપક અને વડા, એક પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન, શિક્ષક અને 100 થી વધુ પુસ્તકોના લેખક છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ એવોર્ડ (2023 માટે) બે ભાષાઓના પ્રતિષ્ઠિત લેખકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સંસ્કૃત સાહિત્યકાર જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે." જગદગુરુ રામભદ્રાચાર્ય, જેમણે જન્મના માત્ર 2 મહિના પછી જ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી, તેઓ એક ઉત્તમ શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન છે. ઘણી ભાષાઓના જાણકાર જગદગુરુ રામભદ્રાચાર્યે 100 થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમને 22 ભાષાઓનું જ્ઞાન છે. જગદગુરુ રામભદ્રાચાર્યને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યને વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શું છે જ્ઞાનપીઠ પુરસ્કાર
જ્ઞાનપીઠ એવોર્ડ (Jnanpith Award) એ ભારતીય સાહિત્ય માટે ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને સૌપ્રથમવાર 1965માં મલયાલમ કવિ જી. શંકર કુરુપને તેમના કામ ઓડકુઝલ માટે આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : BJP ના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન PM મોદીનું ‘ID Card’ થયું વાયરલ, જાણો શા માટે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ