ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

US President Joe Biden એ PM Modi ને ભેટમાં આપ્યું ખાસ મેસેજ લખેલું T-shirt

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત આજે પૂર્ણ થઈ છે વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં PM માટે સ્ટેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું. દરમિયાન આજે બિડેને PM...
09:00 AM Jun 24, 2023 IST | Viral Joshi
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત આજે પૂર્ણ થઈ છે વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં PM માટે સ્ટેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું. દરમિયાન આજે બિડેને PM...

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત આજે પૂર્ણ થઈ છે વડાપ્રધાનશ્રીની આ મુલાકાત પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં PM માટે સ્ટેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું. દરમિયાન આજે બિડેને PM મોદીને એક ખાસ ભેટ આપી હતી જે ચર્ચાનો વિષય બની હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) AI લખેલી ટી-શર્ટ ભેટમાં આપી. જેના પર લખ્યું છે- The Future is AI એટલે કે AI એ ભવિષ્ય છે. આ સાથે તેની નીચે અંગ્રેજીમાં અમેરિકા અને ભારત લખેલું છે.

ટી-શર્ટ ભેટમાં આપ્યું

અમેરિકી સંસદને સંબોધિત કરતા વડાપ્રધાનશ્રીએ ભારત અને અમેરિકાના સંબંધો પર જણાવ્યું હતું કે, AI નો અર્થ અમેરિકા (America) અને ભારત (India) છે. એટલે કે ભારત અને અમેરિકા (India-America) વચ્ચેની મિત્રતા ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, AI - આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માં ઘણી પ્રગતિ થઈ છે. સાથે જે બીજા AI - અમેરીકા અને ઈન્ડિયમાં વધુ મહત્વપૂર્ણ વિકાસ થયાં છે. બિડેનની આ ભેટને વડાપ્રધાનશ્રીના સંબોધન સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે. બંને નેતાઓએ આજે અમેરીકા અને ભારતીય CEO સાથે બેઠક કરી. આ બેઠકમાં બિડેને વડાપ્રધાનશ્રી મોદીને એક ખાસ ટી-શર્ટ ભેટમાં આપ્યું હતું જેના પર AI લખ્યું હતું.

વડાપ્રધાનશ્રીનો અમેરીકા પ્રવાસ

CEO ની બેઠકમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં તેમણે અનેક બેઠકો કરી અને આ બધામાં એક બાબત સરખી હતી કે ભારત અને અમેરીકાના લોકો વચ્ચે મિત્રાતા અને સહયોગ વધારે સારો થવો જોઈએ. ભારત અને અમેરીકાના સંબંધોની મીઠાશની ભાવના લોકો વચ્ચે સંપર્કના માધ્યમથી પરોવાઈ છે.

ઈજીપ્તની મુલાકાત લેશે વડા પ્રધાનશ્રી

જણાવી દઈએ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi) અમેરિકા પ્રવાસ પૂર્ણ થયો છે. શનિવારે PM મોદી અમેરિકાથી (America) ઇજિપ્તની (Egypt) રાજધાની કૈરો જવા રવાના થયા હતા. પીએમ મોદી (PM) આગામી બે દિવસ ઇજિપ્તના પ્રવાસે છે. પીએમ મોદીની (PM Modi) આ મુલાકાત ભારત અને ઈજિપ્તના સંબંધોની (India Egypt Relations) દૃષ્ટિએ ઘણી મહત્વની છે. વડાપ્રધાન શનિવારે (24 જૂન) ઇજિપ્તની રાજધાની કૈરોમાં (Cairo) લગભગ 1,000 વર્ષ જૂની અલ-હકીમ મસ્જિદની (Al-Hakim Mosque) મુલાકાત લેશે. જે ભારતના દાઉદી બોહરા(Dawoodi Bohra) મુસ્લિમો માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ છે.

આ પણ વાંચો : પહેલા સેલ્ફી અને ઓટોગ્રાફ, હવે અમેરિકાના સાંસદોના TWITTER પર છવાયા PM MODI

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmericaCEO MeetIndiaJoe Bidenpm modipm modi us visitThe Future is AI
Next Article