મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિ રચાઈ, પ્રયાગરાજથી 11 સંત Junagadh આવશે
- Junagadh નાં અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વકર્યો
- ભવનાથનાં મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ
- અવધેશાનંદગીરીજી મહારાજે 11 સંતની સમિતિની રચના કરી
જુનાગઢ (Junagadh) ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) અને ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગિરનાર અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં મહંતો દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે. દરમિયાન, આ વિવાદને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો - Junagadh: ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી આકરા પાણીએ, ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચાને લીધા આડે હાથે
Junagadh ના Ambaji Temple ની ગાદીનો વિવાદ વકર્યો | Gujarat First@collectorjunag #JunagadhNews #AmbajiTemple #ReligiousDispute #SpiritualLeadership #CorruptionAllegations #SantSamiti #InvestigationInProgress #TempleControversy #gujaratfirst pic.twitter.com/cwdHyj1KOU
— Gujarat First (@GujaratFirst) December 3, 2024
હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિની રચના
માહિતી અનુસાર, ભવનાથના મહંત હરિગીરી બાપુ સામે આક્ષેપોની હવે તપાસ કરાશે. જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગીરીજી મહારાજે (Avadheshanandgiriji Maharaj) તપાસ સમિતિની રચના કરી છે. પ્રયાગરાજથી (Prayagraj) આજે 11 સંત જુનાગઢ (Junagadh) આવશે અને તપાસ રિપોર્ટ તૈયાર કરશે. પ્રયાગરાજથી આવેલી સમિતિ 7 દિવસમાં આ રિપોર્ટ રજૂ કરશે ત્યારબાદ રિપોર્ટ મુજબ કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો - Junagadh : મહંત મહેશગીરીના હરિગીરી બાપુ પર આકરા પ્રહાર, પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાને પણ લીધા આડે હાથ!
મહેશગીરી બાપુનાં હરિગીરી બાપુ સામે ગંભીર આક્ષેપ
જણાવી દઈએ કે, ભૂતનાથ મંદિરનાં મહંત મહેશગીરી બાપુએ (Mahant Maheshgiri) એક લેટર પેટ રજૂ કરી ભવનાથ મંદિરનાં મહંત હરિગીરીબાપુ પર કરોડો રૂપિયાની હેરાફેરીનાં ગંભીર આક્ષેપ કર્યા હતા. જ્યારે, હરિગીરી બાપુ કલેક્ટરને મળ્યા હતા અને મહેશગીરી બાપુ (Mahant Maheshgiri) દ્વારા રજૂ કરવામાં આવેલા લેટર પેડનાં પત્રની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. હરિગીરી બાપુએ તમામ આક્ષેપોને વાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, હું દોષિત સાબિત થઈશ તો સન્યાસ છોડી દઈશ.
આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુનો હુંકાર! કહ્યું - જો હું દોષિત સાબિત થઈશ તો...