જૂનાગઢમાં પોલીસ પતિના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા
જૂનાગઢમાં મહિલાની આત્મહત્યા : જૂનાગઢ જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પતિના માનસિક ત્રાસથી કંટાળેલી એક પરિણીત મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ પરિવાર અને સમાજમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને પતિ વિરુદ્ધ આકરા આરોપ લગાવ્યા છે. જાણવા મળ્યું છે કે, મૃતક મહિલાનું નામ ભાવીશાબેન છે. તેઓ પોતાના પતિ આશીષભાઈ દયાતર સાથે રહેતા હતા. આશીષભાઈ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
Advertisement
- પોલીજૂનાગઢમાં પોલીસકર્મી પતિના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા
- અન્ય સ્ત્રી સાથે સંબંધના કારણે ભાવીશાબેને ગળે ફાંસો ખાધો
- ભેસાણ પોલીસમાં ફરજ બજાવતા પતિ વિરુદ્ધ પિતાએ નોંધાવી ફરિયાદ
- માનસિક ત્રાસથી કંટાળેલી યુવતીએ જૂનાગઢમાં આપી દીધો જીવ
જૂનાગઢમાં મહિલાની આત્મહત્યા : જૂનાગઢ જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પતિના માનસિક ત્રાસથી કંટાળેલી એક પરિણીત મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ પરિવાર અને સમાજમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને પતિ વિરુદ્ધ આકરા આરોપ લગાવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પરણિતાએ એક વીડિયો બનાવીને આત્મહત્યા કરી છે. આ વીડિયોમાં તેણે પોતાના પતિ ઉપર માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ પણ લગાવ્યા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

