Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : પોલીસની તૈયારી કરતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ ચોંકાવનારું!

પરેશ બાંટવા ગામનો યુવક હતો અને પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યો હતો.
junagadh   પોલીસની તૈયારી કરતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું  કારણ ચોંકાવનારું
Advertisement
  1. Junagadh માં પોલીસની તૈયારી કરતા યુવાને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
  2. પોલીસ ભરતીમાં દોડની પરિક્ષામાં ફેઈલ થતાં આત્મહત્યા કરી હોવાનાં પ્રાથમિક અનુમાન
  3. પરેશ કાનગડ નામના બાંટવાનાં યુવાને ઝાડ સાથે દોરી બાંધી જીવન ટુંકાવ્યું

રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. ત્યારે વધુ એક ઘટના જુનાગઢમાંથી (Junagadh) સામે આવી છે. પોલીસ ભરતીની તૈયારી કરતા આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. દોડની પરીક્ષામાં નાપાસ થતાં ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે બાંટવા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - International Kite Festival-2025 : CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘઘાટન, કહ્યું- પતંગનાં પર્વને વડાપ્રધાને..!

Advertisement

મૃતક યુવક પોલીસની ભરતી કરતો હતો

પ્રાથમિક માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાનાં (Junagadh) બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ઝાડ સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી હોવાની જાણ છતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક યુવકની ઓળખ પરેશ કાનગડ તરીકે થઈ છે. પરેશ બાંટવા ગામનો યુવક હતો અને પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha: ગોપાલનાં ગાંઠિયા ખાનારા ચેતજો! ગાંઠિયામાં ઉંદરડી આવતા બાળકી પડી બીમાર, ફૂડ વિભાગની લાલિયાવાડી સામે આવી

દોડની પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યાનાં પ્રાથમિક અહેવાલ

પોલીસ તપાસ અનુસાર, પોલીસ ભરતી (Police Recruitment) માટે દોડની પરીક્ષા આપ્યા બાદ તેમાં નાપાસ થતાં મનમાં લાગી આવતા યુવકે ઝાડ સાથે દોરી બાંધી આપઘાત કર્યો હોવાનાં પ્રાથમિક અનુમાન છે. જો કે, બાંટવા પોલીસે (Bantwa Police Station) મૃતક યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે, આશાસ્પદ યુવકનાં મોતથી તેનાં પરિવાર પર આભ ફાટ્યું છે. યુવકનાં મોતથી ગામમાં પણ ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Winter in Gujarat : અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હાશકારો! કચ્છમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા!

Tags :
Advertisement

.

×